કોંગ્રેસ નેતા પવન ખેડાને સુપ્રીમકોર્ટે આપી મોટી રાહત, વચગાળાના જામીન મંજૂર કર્યા

કોંગ્રેસ નેતા પવન ખેડાને સુપ્રીમકોર્ટે આપી મોટી રાહત, વચગાળાના જામીન મંજૂર કર્યા

image : Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરવા મામલે આસામ પોલીસે કોંગ્રેસ નેતા પવન ખેડાની ધરપકડ કરી હતી. તેમની ધરપકડ ત્યારે કરાઈ હતી જ્યારે તે ઈન્ડિગોની ફ્લાઈટમાં રાયપુર જઇ રહ્યા હતા. આ મામલે પવન ખેડાએ સુપ્રીમકોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમકોર્ટે આ મામલે પવન ખેડાને મોટી રાહત આપતા વચગાળાના જામીન આપી દીધા હતા. 

સુપ્રીમકોર્ટે ત્રણેય એફઆઈઆર ક્લબ કરવા આદેશ આપ્યો 

જોકે આ દરમિયાન સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે અમે તમારી સામે દાખલ એફઆઈઆરને રદ કરવાનો આદેશ ન આપી શકીએ. પણ સુપ્રીમકોર્ટે કહ્યું કે તેમની સામેની ત્રણેય એફઆઈઆર પર સુનાવણી એક જ જગ્યાએ થશે. પવન ખેડા વચ્ચે વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી હાજર થયા હતા. તેમણે કહ્યું કે પવન ખેડાએ પીએમ મોદી પર ટિપ્પણી મામલે તે સમયે જ માફી માગી લીધી હતી અને આ એક જીભ લપસી જવાનો મામલો હતો. હવે તેમની મંગળવાર સુધી ધરપકડ નહીં કરી શકાય. હવે તેમને હાલમાં દિલ્હીની દ્વારકા કોર્ટમાં હાજર કરાશે. 

Share: