કોંગ્રેસ જ ભાજપને હરાવશે અને હરાવીને દેખાડીશું, જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે : રાહુલ ગાંધી

કોંગ્રેસ જ ભાજપને હરાવશે અને હરાવીને દેખાડીશું, જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે : રાહુલ ગાંધી
Image Twitter

તા. 16 ડીસેમ્બર 2022, શુક્રવાર 

કોંગ્રેસની ભારત જોડો યાત્રાએ 100 દિવસમાં 8 રાજ્યોની સફર પુરી કરી છે.  કોંગ્રેસે ભારત જોડો યાત્રાની શરૂઆત તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ કરી હતી. ત્યાર પછી તે કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, ઓડિશા, મધ્યપ્રદેશમાંથી પસાર થઈને અત્યારે રાજસ્થાન પહોંચી ચુકી છે. ભારત જોડો યાત્રાએ અત્યાર સુધીમાં કુલ 42 જિલ્લાઓને આવરી લેવામા આવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે રાજસ્થાનમાં લોકો ચિરંજીવી યોજનાના વખાણ કરી રહ્યા છે. શહેરીજનો રોજગાર ગેરંટીના વખાણ કરી રહ્યાં છે.

આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જયપુરમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. અને રાજસ્થાનના રાજકીય મુદ્દે મોટું નિવેદન આપતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, રાજસ્થાનમાં કોઈ જ અનિર્ણાયક સ્થિતિ નથી. અમારી પાર્ટીમાં નાનું મોટું બનતું રહે એ કોઈ વિવાદ નથી. કોઈ નિવેદનબાજી થાય છે તો અમને કઈ ફરક નથી પડતો. તેનાથી વધુ હેરાન થવાની પણ જરૂર નથી. જ્યારે 2023ની ચૂંટણી પર તેમને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, હું કોંગ્રેસનો અધ્યક્ષ નથી, તેથી ખડગેજીને પૂછો. તેમ કહ્યુ હતુ. 

કોંગ્રેસ જ ભાજપને હરાવીને દેખાડશે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જયપુરમાં પ્રેસ કોન્ફરન્સમાં દેશમાં કોંગ્રેસની સ્થિતિને લઈને પૂછેલા સવાલમાં તેમણે કહ્યું હતું કે, ભાજપ અને RSSનું કામ જ આવું કરવાનું છે. આ તેમની રણનીતિ છે. જે તેમની તાકાત છે. પરંતુ કોંગ્રેસ પાર્ટી સમાપ્ત થઈ ગઈ એ કહેવું ખોટું છે. કોંગ્રેસ ભાજપની સામે લડી રહી છે અને આગળ આવનારા સમયમાં હરાવીને બતાવશે. જે લોકો પાર્ટી છોડીને ભાજપમાં જાય છે તેઓ કોંગ્રેસમાં રહીને ભાજપ સામે લડી નથી શકતાં. તેઓ ભાજપની સાથે ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ જાય છે. આવા નેતાઓ પાર્ટી છોડીને જાય છે તો જાય. રાહુલ ગાંધીએ કહ્યું કે, રાજસ્થાનમાં ચિરંજીવી યોજનાના લોકો ખુબ વખાણ કહી રહ્યા છે. શહેરીજનો રોજગાર ગેરંટીના વખાણ કરી રહ્યાં છે. અહીં કેટલાક લોકોએ વીજળી અને ફ્લોરાઈડની સમસ્યા જણાવી છે. અને લોકોનો ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે. દરેક જગ્યાએ નાની મોટી થોડી ફરિયાદો તો આવે જ. તેનાથી વધુ હેરાન થવાની પણ જરૂર નથી. અમારા કાર્યકર્તાઓ અને નાના નેતાઓને સ્થાન આપીશું અને અમે ચૂંટણી જીતી જશું. આ લોકોને યોગ્ય સ્થાન આપવાની જરૂર છે. અમે ચૂંટણી જબરદસ્ત રીતે જીતીશું. કોંગ્રેસ એક વૈચારિક પાર્ટી છે. તે ભાજપ સાથે કોઈ સમાધાન નથી કરતી. મારા શબ્દોની નોંધ કરી લેજો- કોંગ્રેસ પાર્ટી ભાજપને નીચે લઈ આવશે.

Share: