×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેબિનેટ વિસ્તરણઃ નવા બનનારા મંત્રીઓને પોતાના ઘરે મળી રહ્યા છે પીએમ મોદી


નવી દિલ્હી,તા.7.જુલાઈ.2021

આજે સાંજે પીએમ મોદી પોતાની કેબિનેટનુ વિસ્તરણ કરી શકે છે.મંત્રી મંડળમાં સામેલ થનારા નામો ફાઈનલ છે.આગામી વર્ષે જે  રાજ્યોમાં વિધાનસભાની  ચૂંટણીઓ યોજવાની છે તે રાજ્યોને પણ પીએમ મોદી પ્રતિનિધિત્વ આપે તેવી સંભાવના છે.

બીજી તરફ પીએમ મોદી નવા બનનારા મંત્રીઓ સાથે પોતાના ઘરે મુલાકાત કરી રહ્યા છે.તેઓ અત્યાર સુધી મહારાષ્ટ્રના પૂર્વ સીએમ નારાયણ રાણે, જ્યોતિરાદિત્ય સિંધિયા, ભુપેન્દ્ર યાદવ, સુનીત દુગ્ગલ, મિનાક્ષી લેખી અને અનુરાગ ઠાકુરને મળી ચુકયા છે.એલજેપીના બીજા જૂથના નેતા પશુપતિ પારસ સાથે પણ પીએમ મોદીની મુલાકાત થઈ હોવાની અટકળો છે.

પીએમ મોદીના કેબિનેટ વિસ્તારમાં યુપીને ખાસ મહત્વ અપાય તેવી શક્યતા છે.વિસ્તરણ બાદ આ અત્યાર સુધીની સૌથી યુવા કેબિનેટ હશે.જેમાં ઓબીસીની બોલાબાલા હશે.

એવુ મનાઈ રહ્યુ છે કે, નવા 17 થી 22 મંત્રીઓ આજે શપથ લેશે.મોદી સરકારમાં હાલમાં જે મંત્રીઓ છે તેમાંથી ઘણા એવા છે જેમની પાસે વધારાના મંત્રાલયોનો હવાલો છે.આ મંત્રાલયો નવા મંત્રીઓને આપવામાં આવશે.