કેબિનેટ વિસ્તરણઃ જાણો સંભવિત મંત્રીઓનુ લિસ્ટ, કોણ છે સામેલ

કેબિનેટ વિસ્તરણઃ જાણો સંભવિત મંત્રીઓનુ લિસ્ટ, કોણ છે સામેલ

નવી દિલ્હી,તા.7.જુલાઈ.2021

આજે સાંજે પીએમ મોદી પોતાની કેબિનેટનુ વિસ્તરણ કરવા જઈ રહ્યા છે.જેને લઈને રાજકીય મોરચે અટકળો અને ઉત્તેજનાનો માહોલ છે.

આ કેબિનેટમાં કોને સ્થાન મળશે તેની અટકળો છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહી છે અને તે પ્રમાણે નીચેના દાવેદારોને સ્થાન મળવુ નિશ્ચિત હોવાનુ મનાઈ રહ્યુ છે.આ દાવેદારોના નામ આ પ્રમાણે છે.

મધ્ય પ્રદેશમાંથી જ્યોતિરાદિત્ય સિંધિયા

આસામમાંથી સર્વાનંદ સોનોવાલ

મહારાષ્ટ્રમાંથી નારાયણ રાણે

મહારાષ્ટ્રમાંથી પ્રીતમ મુંડે

દિલ્હીમાંથી મીનાક્ષી લેખી

બિહારમાંથી પશુપતિનાથ પારસ

મધ્યપ્રદેશમાંથી કૈલાસ વિજયવર્ગીય

બિહારમાંથી આરસીપી સિંહ

બિહારમાંથી રાજીવ સિંહ લલ્લન

બિહારમાંથી સુશિલ કુમાર મોદી

ઉત્તર પ્રદેશમાંથી વરુણ ગાંધી, અનુપ્રિયા પટેલ, સ્વતંત્ર દેવ સિંહ,

રાજસ્થાનમાંથી ભુપેન્દ્ર યાદવ

પશ્ચિમ બંગાળમાંથી દિનેશ ત્રિવેદી

જે નેતાઓના નામ નવા મંત્રીઓના લિસ્ટમાં સામેલ છે તેમને દિલ્હી બોલાવવામાં આવી રહ્યા છે.વિસ્તરણમાં જે રાજ્યોમાં આગામી વર્ષે ચૂંટણી યોજાશે તેનુ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે.

Share: