×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેબિનેટના વિસ્તરણ બાદ ખાતાની ફાળવણી : મનસુખ માંડવિયાને સ્વાસ્થ્ય, અશ્વિની ચૌબેને રેલવે અને આઇટી મંત્રાલય

નવી દિલ્હી, તા. 7 જુલાઇ 2021, બુધવાર

43 મંત્રીઓના શપથ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિભાગોનું વિતરણ કરી દીધું છે. નેર્ન્દર મોદીએ વિભાગોની અંદર મોટી ફેરબદલ કરી છે. ગૃહ મંત્રી અમિત શાહને સહકારિતા મંત્રાલયનો વધારોનો ભાર સોંપવામાં આવ્યો છે. જેના કારણે તેમનું કદ પણ વધ્યું છે. તો મનસુખ માંડવિયાને સ્વાસ્થ્ય મંત્રાલય મળ્યું છે. તો સાથે તેમની પાસે રસાયણ અને ખાતરના મંત્રાલયનો પ્રભાર પણ રહેશે.  ઉલ્લેખનીય છે કે આજે જ કેબિનેટ વિસ્તરણ પહેલા હર્ષવર્ધને સ્વાસ્થ્ય મંત્રીના પદ પરથી રાજીનામુ આપ્યું હતું. કોંગ્રેસ છઓડીને ભાજપમાં આવનાર જ્યોતિરાદિત્ય સિંધિયાને નાગરિક ઉડ્ડયન મંત્રી બનાવવામાં આવ્યા છે. 

તો કાપડ મંત્રાલય સ્મૃતિ ઇરાની પાસેથી લઇને પીયુષ ગોયલને સોંપવામાં આવ્યું છે. સ્મૃતિ ઇરાની હવે માત્ર મહિલા અને બાળ વિકાસ મંત્રી બની રહેશે. ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષા મંત્રાલય આપવામાં આવ્યું છે. અશ્વિની વૈષ્ણવને રેલવે મંત્રાલય અને આઈટી કોમ્યુનિકેશન આપવામાં આવ્યું છે. દેશમાં કુલ 53 કેન્દ્રિય મંત્રાલય છે, જેને 30 કેબિનેટ મંત્રીઓ સંભાળશે. હરદીપ પુરીને પેટ્રોલિયમ મંત્રાલય સોંપ્યું છે. આ સિવાય તેઓ શહેરી વિકાસ મંત્રી પણ રહેશે. તો પરષોતમ રુપાલાને ડેરી અને મત્સ્ય વિકાસ મંત્રાલય સોંપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે મંત્રિપરિષદના વિસ્તાર અને ફેરબદલમાં 36 નવા ચહેરાઓને સામેલ કર્યા છે. જ્યારે સાત વર્તમાન રાજ્યમંત્રીઓને પ્રમોશન કરીને કેબિનેટ મંચ્રી બનાવવામાં આવ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયા અને નારાયણ રાણે સહિતના આઠ નવા ચહેરાઓને પણ કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. રાષષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો.