×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેન્સર હોસ્પિટલ માટે કરેલી મદદ કયારેય નહીં ભુલાય, પાક પીએમની દિલિપકુમારને શ્રધ્ધાંજલિ


નવી દિલ્હી,તા.7.જુલાઈ.2021

પાકિસ્તાની પીએમ ઈમરાનખાને પણ બોલીવૂડના દિગ્ગજ અભિનેતા દિલિપ કુમારના નિધન પર શોક વ્યક્ત કરીને તેમની સાથે જોડાયેલી યાદો તાજા કરી છે.

ઈમરાનખાને કહ્યુ છે કે, હું દિલિપકુમારની દરિયાદિલી ક્યારેય નહીં ભુલી શકુ.મારી માતાના નામ પર બનાવાયેલી કેન્સર હોસ્પિટલને ઉભી કરવામાં દિલિપ કુમારે મને બહુ મદદ કરી હતી.

તેમણે કહ્યુ છે કે, કેન્સર હોસ્પિટલ શરુ કરવા માટે શરુઆતમાં ભંડોળ એકઠુ કરવાનુ કામ ભારે મુશ્કેલ હતુ.કુલ ખર્ચની 10 ટકા રકમ મારે ભેગી કરવાની હતી.તે સમયે દિલિપ કુમાર મારી મદદે આવ્યા હતા.તેમણે પાકિસ્તાન અને લંડનમાં હોસ્પિટલ માટે ફંડ એકઠુ કરવામાં મારી મદદ કરી હતી.આ સિવાય મારી પેઢી માટે દિલિપ કુમાર સૌથી મહાન અને પ્રતિભાશાળી અભિનેતા હતા.

ઈમરાનખાને પોતાની માતાની યાદમાં પાકિસ્તાનમાં વિશાળ કેન્સર હોસ્પિટલ બનાવ્યુ છે.

દરમિયાન પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ પણ દિલિપ કુમાર માટે કહ્યુ હતુ કે, તે પ્રતિષ્ઠિત કલાકાર હતા અન્ે તેઓ હવે આપણી વચ્ચે નથી.તેમને ભારતીય ઉપખંડમાં કરોડો લોકો પ્રેમ કરતા હતા.દુનિયાના ટ્રેજેડી કિંગ તરીકે તેમને હંમેશા યાદ કરવામાં આવશે.