×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હિન્દી-અંગ્રેજી સહિત 15 ભાષામાં આપી શકાશે સરકારી ભરતીની પરીક્ષા

facebook


કેન્દ્રીયમંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે સરકારી નોકરીઓ માટે સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા આયોજિત કરવામાં આવતી ભરતી પરીક્ષા 15 ભાષાઓમાં યોજવાનો નિર્ણય લીધો છે જેથી દેશનો કોઈ પણ યુવાન નોકરીના અવસરથી ચૂકી ન જાય. 

પ્રાદેશિક ભાષાને પ્રોત્સાહિત કરવાનો ઉદ્દેશ્ય 

કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલયની 14મી હિન્દી સલાહકાર સમિતિની બેઠકને સંબોધતાં તેમણે કહ્યું હતું કે આ ઐતિહાસિક નિર્ણય સ્થાનિક યુવાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપશે અને પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહિત કરશે. 

કઈ-કઈ ભાષામાં પૂછાશે સવાલો? 

કાર્મિક રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે સવાલો હિન્દી અને અંગ્રેજી ઉપરાંત 13 પ્રાદેશિક ભાષાઓ અસમિયા, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલમ, કન્નડ, તમિલ, તેલુગુ, ઉડિયા, ઉર્દૂ, પંજાબી, મણિપુરી અને કોંકણીમાં પણ પૂછાશે. SSC દ્વારા આયોજિત કરાતી ભરતી પરીક્ષાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગત 9 વર્ષોથી વધુ સમયમાં સત્તાવાર ભાષા હિન્દી ઉપરાંત ભારતીય પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપવામાં ઉલ્લેખનીય પ્રગતિ થઈ છે.