કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેના કાફલા પર પથ્થરમારો, માંડ-માંડ બચ્યા

કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેના કાફલા પર પથ્થરમારો, માંડ-માંડ બચ્યા

Image: Wikipedia

આજે સાંજે કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેના કાફલા પર પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં કેન્દ્રીય મંત્રીનો માંડ બચાવ કરવમાં આવ્યો હતો. આ ઘટના બક્સરના બનારપુર ગામની છે. મહિલાઓ અને બાળકો પર પોલીસના લાઠીચાર્જ, સગીર બાળકોની ધરપકડને લઈને લોકો ઉશ્કેરાયા હતા. બક્સર પહોંચેલા સાંસદને ગામના લોકોના ભયાનક વિરોધ સહન કરવો પડ્યો હતો. બક્સરના ચૌસામાં થર્મલ પાવર પ્લાન્ટ સંબંધિત વળતર માટે ખેડૂતોનો  વિરોધ ચાલી રહ્યો  છે.

લોકોએ મંત્રીને પ્રશ્નો કાર્ય હતા કે તમે આટલા દિવસો સુધી આંદોલનકારી ખેડૂતોની વચ્ચે કેમ ન આવ્યા? મંત્રીના ત્યાં પહોંચતા જ  લોકોએ સભામાં હંગામો મચાવ્યો હતો. ત્યાં વધારે વિરોધના લીધે મંત્રી પાછા જતા રહ્યા હતા. તેમજ આ દરમિયાન સુરક્ષા કર્મચારીઓની ક્ષતિ નજરે પડી દેખાઈ રહી છે.

ગઈકાલે પણ બિહારના બક્સરમાં પોલીસને ખેડૂતના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ખેડૂતોએ ઉગ્ર પ્રદર્શન કરીને બસોમાં આગ લગાવી દીધી હતી અને કેટલાક પોલીસ વાહનો પણ સળગાવવામાં આવ્યા હતા. પોલીસે ખેડૂતોને પરિસ્થિતિ શાંત કરવા પકડયા પણ હતા પરંતુ વાતાવરણ વધારે ઉગ્ર થઇ ગયેલું જોવા મળ્યું હતુ.

Share: