×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેજરીવાલે દિલ્હીમાં વાલીઓને આપી મોટી રાહત, પ્રાઇવેટ સ્કુલોએ ફી 15% ઘટાડવી પડશે

નવી દિલ્હી, 1 જુલાઇ 2021 ગુરૂવાર

દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે ખાનગી શાળાઓ દ્વારા મનસ્વીપણે ફી વસૂલવા અંગે મોટો નિર્ણય લીધો છે. ગુરુવારે સરકારે આદેશ આપ્યો છે કે પાટનગરની તમામ ખાનગી શાળાઓએ તેમની ફી 15% ઘટાડવી પડશે. આ હુકમ ગયા વર્ષના શૈક્ષણિક સત્ર એટલે કે 2020-21 માટે લાગુ થશે. સરકારના આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો શાળાઓએ વાલીઓ પાસેથી વધુ ફી લે છે, તો તેઓએ નાણાં પાછા આપવાના રહેશે અથવા આવતા વર્ષની ફિમાં તેને એડજસ્ટ કરવા પડશે.

કોરોના રોગચાળાના યુગમાં અરવિંદ કેજરીવાલ સરકારના આ નિર્ણયથી માતા-પિતા માટે રાહતરૂપ છે. ગુરુવારે, ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે કોરોના સંકટમાં, જ્યારે માતાપિતા આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે, ત્યારે ફીમાં આ 15%નો ઘટાડો તેમના માટે મોટી રાહતરૂપ છે.

સરકારે તે પણ હુકમ આપ્યો છે કે જો કોઈ શાળાએ વાલીઓ પાસેથી વધુ ફી લીધી હોય, તો આગામી વર્ષોમાં શાળાઓએ પૈસા પાછા આપવાના અથવા તેને એડજસ્ટ કરવા પડશે. આ ઉપરાંત માતા-પિતાની આર્થિક તંગીના કારણે બાકી ફી ચૂકવી ન શકવાની સ્થિતિમાં શાળા સંચાલન વિદ્યાર્થીઓને શાળાની કોઈ પણ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી રોકી શકશે નહીં.

સરકારનો આ આદેશ તે તમામ 460 ખાનગી શાળાઓને લાગુ પડશે, જેમણે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. અન્ય તમામ સ્કૂલોએ ફી સંબંધિત એક સમાન હુકમનું પાલન કરવું પડશે, જે દિલ્હી સરકારે 18 એપ્રિલ 2020 અને 28 એપ્રિલ 2020 ના રોજ જાહેર કર્યો હતો.