×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કૃષિ કાયદા સ્થગિત કરીશું, રદ્દ નહીં : કેન્દ્ર


આંદોલન વધુ ઉગ્ર બનશે, 26મીએ દિલ્હીમાં મહા ટ્રેક્ટર પરેડ કાઢીશું જ, કાયદો-વ્યવસ્થા સરકારની જવાબદારી : ખેડૂતો

12મા રાઉન્ડની તારીખ અનિશ્ચિત, સરકારે કહ્યું કે પ્રસ્તાવ ન સ્વિકારો ત્યાં સુધી બેઠક નહીં થાય : ટિકૈત

આંદોલનમાં સામેલ કેટલાક તત્ત્વો ઇચ્છે જ છે કે આ મડાગાંઠનો અંત ન આવે અને ધરણા ચાલુ રહે : તોમર

નવી દિલ્હી, તા. 22 જાન્યુઆરી, 2021, શુક્રવાર

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા રદ કરવાની માગણી સાથે બે મહિનાથી ખેડૂતો દિલ્હીમાં આંદોલન ચલાવી રહ્યા છે. સરકાર અને ખેડૂતોની વચ્ચે 11મી વખત બેઠક યોજાઇ હતી, અગાઉની જેમ આ બેઠકનું પરિણામ પણ શૂન્ય આવ્યું હતું.

સરકારે હવે કૃષિ કાયદા દોઢ વર્ષ માટે સસ્પેન્ડ કરવાની તૈયારી દર્શાવી છે, જ્યારે ખેડૂતો પોતાની માગ પર મક્કમ છે અને હવે ચીમકી આપી છે કે જ્યાં સુધી કાયદા રદ નહીં થાય ત્યાં સુધી આ આંદોલન પણ ખતમ નહીં થાય. સરકારે 11મી બેઠકમાં સ્પષ્ટ કહ્યું છે કે કાયદા તો રદ નહીં જ થાય, સૃથગિત કરવા સિવાય વધુ નમતુ નહીં જોખીએ.  

દિલ્હીના વિજ્ઞાાન ભવન ખાતે યોજાયેલી 11મી બેઠકમાં સરકારે હવે આકરૂ વલણ દાખવતા કહ્યું છે કે અમે કાયદાને રદ નહીં કરીએ અને તેને 12 કે 18 મહિના માટે સસ્પેન્ડ કરવા તૈયાર છીએ. જ્યારે ખેડૂતોની દલીલ હતી કે અમારી માગણી કાયદા રદ કરવા અને ટેકાના ભાવની કાયદેસર ખાતરી છે. તેનાથી ઓછુ અમે કઇ જ નહીં ચલાવીએ.

જ્યારે સરકારે કહ્યું હતું કે અમે જે પ્રસ્તાવ મુક્યો તેના પર વિચાર કરો, અમે હવે આનાથી વધુ કઇ નહીં આપી શકીએ. કૃષિ પ્રધાન તોમરે કહ્યું કે અમે ખેડૂતોને વધુ એક દિવસ વિચારણા માટે આપ્યો છે, તેઓ માનવા તૈયાર નથી. આંદોલનમાં સામેલ કેટલીક તાકતો ઇચ્છે જ છે કે આ મડાગાંઠનો અંત ન આવે અને ધરણા ચાલુ રહે.   

અત્યાર સુધી 11 રાઉન્ડમાં આશરે 45 કલાક સુધી ખેડૂતો અને સરકાર વચ્ચે બેઠક યોજાઇ ચુકી છે પણ પરીણામ શૂન્ય આવ્યું છે. બીજી તરફ ખેડૂતોએ હવે આગામી 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં મહા ટ્રેક્ટર પરેડ કાઢવાની જાહેરાત કરી હતી તેને લઇને મોરચો ખોલી દીધો છે.

બેઠકમાં ખેડૂતોએ સરકારને કહ્યું છે કે અમે દોઢ વર્ષ સુધી કાયદા સસ્પેન્ડ કરવાના તમારા પ્રસ્તાવને ઠુકરાવીએ છીએ. દિલ્હી સરહદે આંદોલન ચાલુ જ રહેશે સાથે 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં અમે નક્કી કરેલા રૂટ પર એક વિશાળ ટ્રેક્ટર રેલી પણ કાઢીશું. કાયદો અને વ્યવસૃથા ખોરવીશું નહીં પણ તેમ છતા તેની જવાબદારી સરકારની રહેશે.  

હવે સરકાર અને ખેડૂતોની વચ્ચે આગામી 12મા રાઉન્ડની બેઠક ક્યારે યોજાશે તે નક્કી નથી, સરકારે કહ્યું છે કે અમે હજુ પણ ખેડૂતોની સાથે વાતચીત કરવા તૈયાર છીએ જ્યારે ખેડૂતોએ કહ્યું છે કે આજની બેઠક અત્યંત નિરાશાજનક રહી છે. તેથી હવે આગામી બેઠક ક્યારે યોજાશે તે બન્ને પક્ષો દ્વારા નિશ્ચિત નથી કરવામાં આવ્યું.

ખેડૂત નેતા ટિકૈતે દાવો કર્યો હતો કે સરકારે અમને કહ્યું છે કે પ્રસ્તાવ ન સ્વિકારાય ત્યાં સુધી બેઠક નહીં યોજીએ. જ્યારે તોમરે કહ્યું હતું કે આવતી કાલે પણ બેઠક યોજવા તૈયાર છીએ પણ વિજ્ઞાાન ભવન ખાલી નહીં રહે.  બીજી તરફ ખેડૂતોએ કહ્યું છે કે અમે હવે અનિશ્ચિત સમય માટે આ આંદોલનને આગળ વધારીશું અને જ્યાં સુધી કાયદા રદ નહીં થાય ત્યાં સુધી દિલ્હી નહીં છોડીએ.

કેન્દ્ર સરકાર વતી આ બેઠકમંાં અગાઉની જેમ કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર, કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ, કેન્દ્રીય પ્રધાન સોમ પ્રકાશ હાજર રહ્યા હતા જ્યારે ખેડૂતોના 41 સંગઠનોના પ્રતિનિિધ બેઠકમાં જોડાયા હતા. બેઠક બાદ ભારતીય કિસાન યુનિયનના નેતા જોગિંદરસિંહે કહ્યું હતું કે ખેડૂત યુનિયનના નેતાઓએ દોઢ વર્ષ સુધી કાયદા સસ્પેન્ડ કરવાના પ્રસ્તાવને ઠુકરાવી દીધો છે, આ વાતચીત અહીં જ પડીભાંગી હતી. 

વધુ એક નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે મંત્રીઓએ અમને કહ્યું કે તેઓ બે વર્ષ સુધી પણ કાયદાને સસ્પેન્ડ કરવા તૈયાર છે. જ્યારે ખેડૂત નેતાઓ કાયદા રદ કરવા અને ટેકાના ભાવની કાયદેસરની ગેરંટી આપવાની માગ પર અડગ રહ્યા છે. ભારતીય કિસાન યુનિયનના નેતા હરપાલસિંહે કહ્યું હતું કે અમે કદાચ દોઢ વર્ષ સુધી કાયદા સસ્પેન્ડ કરવાની સરકારની માગ સ્વીકારી લઇએ તો પણ દિલ્હીની બોર્ડર પર અમારા સાથી ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે તેઓ તૈયાર નહીં થાય કેમ કે તેઓની એક જ માગ છે કાયદા રદ કરવાની.

આટલા બલિદાન બાદ અમે સરકારના પ્રસ્તાવને સ્વીકારી લઇશું તો અમારા આ સાથી ખેડૂતોને શું મો દેખાડીશું? એક વખત આ સાથી ખેડૂતો આંદોલન સૃથળેથી જતા રહ્યા તે બાદ પરત આવશે કે કેમ તેને લઇને પણ અમને ચિંતા છે. સરકાર કહે છે કે અમે 18 મહિના માટે કાયદાને સસ્પેન્ડ કરીશું, પણ અમને સરકારની વિશ્વસનીયતા પર શંકા છે. અમે અહીં જ મરીશું પણ કાયદા રદ કરાવ્યા સીવાય પરત નહીં જઇએ.  

ગુજરાતના અર્થતંત્રનો પાયો કૃષિ, મોદી પાસે વિવાદનો અંત લાવવાની સારી તક : ઉમા ભારતી

ભોપાલ, તા. 22

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના વરીષ્ઠ નેતા ઉમા ભારતીએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર અને આંદોલન કરી રહેલા ખેડૂતો બન્નેએ કૃષિ કાયદાઓનું જે આંદોલન ચાલી રહ્યું છે તે અને સરકાર સાથેની વાતચીત આ બન્ને વચ્ચે પોતાનો ઘમંડ ન લાવવો જોઇએ. 

ઉમા ભારતીએ સાથે એમ પણ કહ્યું છે કે 30 વર્ષના લાંબા ગાળા બાદ ખેડૂતો પોતાની માગણી આગળ વધારવા દિલ્હીમાં એકઠા થયા છે. આ સિૃથતિ વચ્ચે સરકાર અને ખેડૂતો બન્ને પાસે એક સારી તક છે કે તેઓ આ વિવાદનો અંત લાવે અને વાતચીતમાં ક્યાંય પણ પોતાના ઘમંડને વચ્ચે ન લાવે.

ગુજરાત હંમેશા ખેતી પ્રધાન રાજ્ય રહ્યું છે, કૃષિ ગુજરાતના આૃર્થતંત્રનો પાયો રહી છે જ્યારે ઇન્ડસ્ટ્રી પછી આવી છે. તેથી નરેન્દ્ર મોદી અને સાથે સાથે ખેડૂતો પાસે પણ આ સારી તક છે કે તેઓ આ વિવાદનો અંત લાવે.