×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કિરણ પટેલ સાથે ગુજરાતના બે ભાજપના નેતા પુત્રો પણ ગયા હતા

અમદાવાદ,શુક્રવાર

કિરણ પટેલની મોડ્સ ઓપરેન્ડીથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જેમાં તેણે અમદાવાદથી શ્રીનગર ખાતે જતા પહેલા શ્રીનગરની ડેપ્યુટી કમિશનર ઓફિસમાં ફોન કરીને પોતાની ઓળખ પીએમઓ તરીકે આપીને તે શ્રીનગર ઓફિશીયલ વિઝીટ પર આવી રહ્યો છે. જે બાદ તેને એરપોર્ટથી ખાસ સરકારી વાહનમાં હોટલમાં લઇ જવાયો હતો. જે બાદ તેને ઝેડ પ્લસ સિક્યોરીટી આપવામાં આવી હતી.  બીજી માર્ચના રોજ તે તેની સાથે ભાજપના નેતાના બે પુત્રો પણ આવ્.યા હતા.  જો કે તેમના નામનો ઉલ્લેખ આરોપી તરીકે નથી કરાયો.જમ્મુ કાશ્મીર પોલીસે કિરણ પટેલની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે  ચાર વાર જમ્મુ કાશ્મીર આવ્યો હતો. અમદાવાદથી કાશ્મીર આવતા પહેલા ડેપ્યુટી કમિશનરને પીએમઓના નામે ફોન કરીને વીઆઇપી સિક્યોરીટી આપવાની સુચના આપતો હતો. જે બાદ તે શ્રીનગર એરપોર્ટ પર ઉતરે ત્યારે તેને પોલીસના એસ્કોર્ટ સાથેની કાર મળતી હતી અને પ્રોટોકોલ મુજબ તેના નામે લલિત ગ્રાન્ડ હોટલમાં રૂમ બુક કરાવતો હતો. નવેમ્બરથી માર્ચ દરમિયાન તે કુલ ચાર વાર કાશ્મીર આવ્યો હતો અને ૨૬મી ફેબુ્રઆરીએ શંકાના ઘેરાવામાં આવ્યો હતો.   બીજી માર્ચના રોજ તે તેની  સાથે ગુજરાતના અન્ય બે યુવકોને પણ સાથે લાવ્યો હતો. જે ગુજરાતના ભાજપાના નેતાઓને બે પુત્રો હોવાનું જાણવા મળ્યું છે.  જો કે પોલીસ એફઆઇઆરમાં તેમના નામનો હાલ ઉલ્લેખ નથી.  જે અંગે બંનેની પુછપરછ પણ કરવામાં આવી રહી છે.