કાશી વિશ્વનાથ કોરિડોરઃ પીએમ મોદીએ ગંગાજીમાં મારી ડુબકી, ગંગાજળ લઈને મંદિર પહોંચશે

કાશી વિશ્વનાથ કોરિડોરઃ પીએમ મોદીએ ગંગાજીમાં મારી ડુબકી, ગંગાજળ લઈને મંદિર પહોંચશે

નવી દિલ્હી,તા.13.ડિસેમ્બર,2021

પોતાના ડ્રીમ પ્રોજેક્ટ કાશી વિશ્વનાથ કોરિડોરનુ ઉદઘાટન કરવા માટે પહોંચેલા પીએમ મોદીએ મંદિરમાં જતા પહેલા ગંગાજીમાં ડુબકી મારી હતી.

રામ મંદિર  માટે મૂહુર્ત તૈયાર કરનાર આચાર્ય ગણેશ્વર શાસ્ત્રી દ્રાવિડે કહ્યુ હતુ કે, રેવતી નક્ષત્રમાં આજે દિવસના 1-37 કલાકથી 1-57 કલાક સુધી 20 મિનિટ માટે બહુ સારુ મુહુર્ત છે.

દરમિયાન પીએમ મોદીએ કાલભૈરવ મંદિરમાં દર્શન કર્યા બાદ ક્રુઝમાં મુસાફરી કરી હતી અને એ પછી લલિત ઘાટ પહોંચ્યા હતા.જ્યાં તેમણે ગંગાજીમાં ડુબકી મારી હતી.

ભાવિકો સામાન્ય રીતે બાબા વિશ્વનાથના મંદિરમાં દર્શન કરતા પહેલા ગંગાજીમાં ડુબકી મારતા હોય છે.આ જ રીતે પીએમ મોદીએ પણ ગંગા સ્નાન કરીને ડુબકી મારી હતી.હવે તેઓ ગંગાજીનુ જળ લઈને કાશી વિશ્નાથ મંદિર ખાતે પહોંચશે અને બાબા વિશ્વનાથ પર તેનો અભિષેક કરશે.

કોરિડોરની ડિઝાઈન એ રીતે કરવામાં આવી છે કે, ભાવિકો ઘાટ પરથી સીધા જ બાબા વિશ્વનાથ મંદિરના પરિસરમાં ગંગાજળ લઈને પ્રવેશી શકશે.

Share: