કાબુલ એરપોર્ટની બહાર પ્રચંડ વિસ્ફોટ, 13 લોકોના મોત; સર્વત્ર અંધાધૂંધી

કાબુલ એરપોર્ટની બહાર પ્રચંડ વિસ્ફોટ, 13 લોકોના મોત; સર્વત્ર અંધાધૂંધી

કાબુલ, 26 ઓગસ્ટ 2021 ગુરૂવાર

અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટથી મોટા સમાચાર બહાર આવ્યા છે. અહીં એરપોર્ટની બહાર આત્મઘાતી હુમલો થયો હોવાની માહિતી મળી છે. પેન્ટાગોનનાં પ્રવક્તા દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટને કાબુલ એરપોર્ટ પર આતંકી હુમલાની શક્યતા આશંકા કરી હતી. તેમજ તેમના નાગરિકોને કાબુલ એરપોર્ટથી દૂર રહેવાની ચેતવણી આપી હતી.

આ છે સમગ્ર ઘટનાક્રમ

અમેરિકાનાં અધિકારીઓએ કહ્યું કે કાબુલ એરપોર્ટના એબી ગેટની બહાર એક આત્મઘાતી હુમલાખોરે આ ઘટનાને અંજામ આપ્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોર ફાયરિંગ કરતો આવ્યો અને તેણે બોમ્બથી પોતાની જાતને ઉડાવી દીધી. મળતી માહિતી મુજબ, એરપોર્ટનાં આ ગેટ પર ઓસ્ટ્રેલિયન સૈનિકો તૈનાત છે. ઉલ્લેખનિય છે કે આ હુમલાનાં થોડા સમય પહેલા જ ISIS ના આતંકીઓ દ્વારા વિસ્ફોટનો ભય હતો. તેનો હેતુ પશ્ચિમનાં દેશોનાં સૈનિકોને નિશાન બનાવવાનો હતો જે અફઘાન શરણાર્થીઓને દેશમાંથી બહાર કાઢવામાં મદદ કરી રહ્યા છે.

કાબુલ એરપોર્ટનાં જે ગેટ પર વિસ્ફોટ થયો છે, ત્યાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના રિપોર્ટ છે. પેન્ટાગોને આ વાતની પુષ્ટિ કરી છે. વિસ્ફોટ બાદ એરપોર્ટ પર અરાજકતાનો માહોલ છે. એવી કેટલીક તસવીરો બહાર આવી છે જેમાં લોકોને લોહીલુહાણ જોઈ શકાય છે.

Share: