કાંઝાવાલા કેસ : આરોપીઓની કરતુતના નવા CCTV ફુટેજે મચાવ્યો ખળભળાટ, જુઓ વીડિયો

કાંઝાવાલા કેસ : આરોપીઓની કરતુતના નવા CCTV ફુટેજે મચાવ્યો ખળભળાટ, જુઓ વીડિયો

કાંઝાવાલા અકસ્માતમાં દરરોજ નવી નવી વાતો સામે આવી રહી છે. આ ઘટનામાં આરોપીઓની કરતૂતો ધીમે ધીમે બધાની સામે આવી રહી છે. મૃતક યુવતીની સહેલી અને કેસની મુખ્ય સાક્ષી એવું કહ્યું છે કે, કારમાં બેઠેલા લોકોએ જાણીજોઈને તે યુવતીને ટક્કર મારી અને તેને ઘસડી હતી. તેમાં આજે  આરોપીનો  નવો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. આ સીસીટીવી ફૂટેજમાં પહેલીવાર પાંચેય આરોપીઓ એકસાથે જોવા મળી રહ્યા છે. આ ફૂટેજ 1 જાન્યુઆરીની સવારના 4.30 વાગ્યાનો છે.

સીસીટીવી ફૂટેજમાં તમામ આરોપીઓ બલેનો કારમાંથી નીચે ઉતરતા જોવા મળે છે. મળતી માહિતી મુજબ, કાંઝાવાલામાં કારમાંથી મૃતદેહને હટાવ્યા બાદ તમામ આરોપીઓ રોહિણી સેક્ટર 1 પહોંચ્યા અને અહીં તેમણે કારના માલિક વાહન પરત કર્યું હતું.

અકસ્માત બાદ આરોપઓ શું કર્યું 
વીડિયોમાં દેખાયું હતુ કે બલેનો કાર 4:33 વાગ્યે આવે છે. જેમાં બલેનોની બે આરોપી આગળની સીટ પરથી નીચે ઉતરે છે અને બાકીના ત્રણ આરોપીઓ પાછળની સીટ પરથી નીચે ઉતરે છે. મળતી માહિતી મુજબ, આરોપીએ વાહનના માલિકને અકસ્માતની જાણ પહેલા જ કરી દીધી હતી.

આરોપીનો એસ્કેપ પ્લાન શું હતો!
સીસીટીવીમાં  જોવા મળ્યુ હતું કે, આરોપીઓ ફરાર થવાની તૈયારીઓ પહેલાથી જ કરી લીધી હતી. ત્યાં એક રીક્ષા ઉભી દેખાઈ હતી. આરોપીઓ આવતાની સાથે જ કારમાંથી નીચે ઉતરે છે અને પછી ઓટોમાં બેસીને ફરાર થઈ જાય છે.

Share: