કાંઝાવાલા કેસમાં નવા CCTV આવ્યા સામે, બંને યુવતી વચ્ચે થયો હતો વિવાદ

કાંઝાવાલા કેસમાં નવા CCTV આવ્યા સામે, બંને યુવતી વચ્ચે થયો હતો વિવાદ

દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં એક દર્દનાક અકસ્માતના મામલામાં વધુ એક નવી વાત સામે આવી રહી છે. અકસ્માતનો ભોગ બનેલા યુવતીનો વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજમાં યુવતી 31 ડિસેમ્બરની રાત્રે લગભગ બે વાગ્યાની આસપાસ હોટલમાંથી બહાર આવે છે. આ પછી તે તેની સાથે સ્કૂટી પર જતી દેખાઈ રહી છે. આ કેસની તપાસમાં વધુ એક નવો વળાંક આવતો દેખાઈ રહ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે, સેક્ટર-24 રોહિણી સ્થિત દિવાન પેલેસ હોટલ પાસે યુવતી જોવા મળી રહી છે. અહેવાલ મુજબ, અહીં તે બે યુવતીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આના પર હોટલ પ્રશાસને તેમને બહાર કાઢી મૂક્યા હતા. હોટલની બહાર પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન હોટલની બહાર હાજર કેટલાક લોકોએ બંનેને સમજાવ્યા પણ હતા. આ પછી છોકરીઓ સ્કૂટી પર સાથે જતી જોવા મળે છે. તે વીડિયો ફૂટેજમાં પણ જોવા મળી રહ્યું છે.

હોટલના મેનેજરે હાલ એક વાતચીતમાં જણાવ્યું કે, બંને વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો, ત્યારપછી નાઈટ મેનેજરે તેમને લડાઈ ન કરવા કહ્યું, પછી તેઓ નીચે જઈને લડવા લાગ્યા. જ્યારે તે નીચે ઝઘડી રહી હતી ત્યારે પડોશીઓએ પણ તેને રોકી હતી, ત્યારબાદ તે સ્કૂટી પર બેસીને નીકળી ગઈ હતી.

દિલ્હી પોલીસનું કહેવું છે કે, કેટલાક છોકરાઓને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે જેઓ તે હોટલમાં છોકરીઓ સાથે જોવા મળ્યા હતા. છોકરાઓએ અલગ રૂમ બુક કરાવ્યો હતો અને હોટેલ સ્ટાફે તેમને છોકરી સાથે વાત કરતા જોયા હતા.

Share: