કર્ણાટક: વિધાનસભામાં બજેટ વચ્ચે કોંગ્રેસીઓએ કાન પર ફૂલ લગાવ્યા, કારણ જાણીને હસી પડશો

કર્ણાટક: વિધાનસભામાં બજેટ વચ્ચે કોંગ્રેસીઓએ કાન પર ફૂલ લગાવ્યા, કારણ જાણીને હસી પડશો

image : Twitter

નવી દિલ્હી, તા 17, ફેબ્રુઆરી, 2023, શુક્રવાર 

કર્ણાટક વિધાનસભામાં મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈની સરકારે આજે બજેટ રજૂ કર્યું હતું. તેમાં ખાસ વાત એ રહી કે આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ અનોખી રીતે તેનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન સિદ્ધારમૈયા તેમના કાન પર ફૂલ લગાવેલા દેખાયા હતા.  તેમની સાથે વિપક્ષના ઘણા નેતાઓએ આવું જ કર્યું હતું. 

કર્ણાટક કોંગ્રેસ આ દેખાવોને #KiviMeleHoova ગણાવી રહી છે 

કોંગ્રેસે આરોપ મૂક્યો કે ભાજપે લોકોને છેતર્યા છે, તેમની સાથે દગો કર્યો છે. 2018માં કરેલા વાયદાઓ પૂરા નથી કર્યા અને લોકોને મૂર્ખ બનાવ્યા. તેના વિરોધમાં જ અમે આ દેખાવો કરી રહ્યા છીએ. કર્ણાટક કોંગ્રેસ આ દેખાવોને #KiviMeleHoova ગણાવી રહી છે જેનો મતલબ કાન પર ફૂલ થાય છે અને તે દર્શાવે છે કે કોઈને મૂર્ખ બનાવાયા છે. 

કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધારમૈયા ભાજપ પર સતત પ્રહારો કરી રહ્યા છે

કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધારમૈયા ભાજપ પર સતત પ્રહારો કરી રહ્યા છે. તેમણે આરોપ મૂક્યો હતો કે ભાજપે ૬૦૦ વાયદા કર્યા હતા જેમાંથી 10 ટકા પણ પૂરાં નથી કર્યા. રાજ્યમાં 2023માં ચૂંટણી યોજાવાની તેયારી છે. ગત ચૂંટણીમાં પણ કોંગ્રેસ જીતવામાં સફળ રહી હતી પણ બહુમતીનો આંકડો સ્પર્શી શકી નહોતી. 

Share: