કર્ણાટકમાં PM મોદીની સુરક્ષામાં ચુક, એક વ્યક્તિ કાફલાની નજીક પહોંચ્યો

કર્ણાટકમાં  PM મોદીની સુરક્ષામાં ચુક, એક વ્યક્તિ કાફલાની નજીક પહોંચ્યો

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના પ્રવાસે ગયેલા હતા. જે વચ્ચે નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામી મામલો સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, બેંગલુરુના દાવાનગેરેમાં પીએમ મોદીના રોડ શો દરમિયાન એક વ્યક્તિ સુરક્ષા કોર્ડન તોડીને તેમની નજીક આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. વાયરલ થયેલા વિડીયો દ્વારા આ અંગે માહિતી મળે છે.

કર્ણાટકમાં ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં  ચુક

અહેવાલ અનુસાર, કર્ણાટકમાં ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચુક જોવા મળી છે. પીએમની રેલી પહેલા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક વ્યક્તિ પીએમ તરફ દોડતો જોવા મળ્યો હતો. જોકે, આપણા સુરક્ષા કર્મીએ તરત જ તેમની ધરપકડ કરી લીધી હતી. સુરક્ષા એજન્સીઓએ તેને કસ્ટડીમાં લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ અગાઉ પણ ત્રણ મહિનામાં બીજી વખત PMની સુરક્ષામાં ચુકનો મામલો સામે આવ્યો છે. આ પહેલા જાન્યુઆરીમાં કર્ણાટકના હુબલીમાં પીએમ મોદીના રોડ શો દરમિયાન એક બાળક પીએમની નજીક આવી પહોંચ્યો હતો.

Share: