કર્ણાટકના પૂર્વ CM યેદિયુરપ્પાના ઘરે પથ્થરમારો, વણઝારા સમુદાયના દેખાવકારો પર પોલીસનો લાઠીચાર્જ

કર્ણાટકના પૂર્વ CM યેદિયુરપ્પાના ઘરે પથ્થરમારો, વણઝારા સમુદાયના દેખાવકારો પર પોલીસનો લાઠીચાર્જ

કર્ણાટકમાં હાલમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના કદાવર નેતાઓ એક પછી એક રેલીઓ સંબોધી રહ્યા છે. ત્યારે આ વખતે પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાને ચહેરો બનાવીને આ ચૂંટણી લડવામાં આવી રહી હોવાનું મનાય છે. દરમિયાન કર્ણાટકથી એક ચોંકાવનારા અહેવાલ આવ્યા છે. યેદિયુરપ્પાના ઘરે પથ્થરમારો કરવામાં આવ્યો છે. 

કોણે કર્યો પથ્થરમારો 

માહિતી અનુસાર આ પથ્થરમારો વણઝારા સમુદાયના દેખાવકારો દ્વારા કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે કડક કાર્યવાહી કરતાં લાઠીચાર્જ કરીને દેખાવકારોને વેરવિખેર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દેખાવો અનામત મુદ્દે કરવામાં આવી રહ્યા હતા. શિવમોગ્ગામાં આવેલા નિવાસે આ હુમલો કરાયો હતો. 

Share: