×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કંઝાવાલા કેસમાં મોટો ઘટસ્ફોટ : મૃતક અંજલીની મિત્ર નિધિનું ‘ડ્રગ કનેક્શન’ આવ્યું બહાર

નવી દિલ્હી, તા.07 જાન્યુઆરી-2023, શનિવાર

નવા વર્ષની શરૂઆત થતાં જ દિલ્હીની કંઝાવાલામાં થયેલી હોરર ઘટનાથી દેશભરના લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો. આ દિવસે આ હોરર ઘટનામાં અંજલી નામની યુવતીનું મૃત્યુ નિપજ્યું હતું. રાત્રી દરમિયાન અંજલિ પોતાની સ્કૂટી પર સવાર હતી અને ક્યાંક જઈ રહી હતી, ત્યારે તેની સ્કૂલીને એક કારે ટક્કર મારી હતી અને અંજલીને સુલ્તાનપુરીથી લઈને કંઝાવાલા તર ઢસેડીને લઈ ગઈ હતી. અંજલી લગભગ 12 કિલોમીટર સુધી ઘસડાઈ હતી. અંજલીનો અકસ્માત થયો ત્યારે તેની સાથે તેની મિત્ર નિધિ પણ હાજર હતી. અકસ્માતના કારણે નિધિ એકબાજુ પડી ગઈ હતી અને ત્યાંથી ભાગી ગઈ હતી. જોકે હવે આ ઘટનાને લઈને નિધિના ડ્રગ કનેક્શનને લઈ મોટી ચોંકાવનારી વાત બહાર આવી છે.

નશામાં હતી અંજલી

આ ઘટનાની સાક્ષી નિધિએ એક નિવેદનમાં ખુલાસો કર્યો છે કે, જે સમયે અંજલીનો અકસ્માત થયો ત્યારે તે નશામાં હતી. આ ઘટનામાં રોજેરોજ ચોંકાવનારા ખુલાસો સામે આવી રહ્યા છે, ત્યારે અંજલીની મિત્ર નિધિને લઈને વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2022માં અંજલીની મિત્ર નિધિની ડ્રગ સ્મગલિંગના કેસમાં ધરપકડ થઈ હતી. જો પોલીસનું માનીએ તો સુલતાનપુરી મૃત્યુ કેસની સાક્ષી નિધિની અગાઉ ડ્રગ સ્મગલિંગ કેસમાં ધરપકડ કરાઈ હતી અને હાલમાં તે જામીન પર બહાર છે.

ઘટનાની સાક્ષી નિધિની 2020માં કરાઈ હતી ધરપકડ

પોલીસના જણાવ્યા અનુસાર, અંજલીના અકસ્માતની સાક્ષી નિધિની વર્ષ 2020માં આગ્રા કેન્ટમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (1985) હેઠળ નોંધાયેલા કેસમાં ધરપકડ કરાઈ હતી. નિધિ પર તેલંગાણાથી ગાંજા લાવવાનો આરોપ હતો અને તે દરમિયાન તેને આગ્રા સ્ટેશન પર રોકવામાં આવી હતી અને ત્યારબાદ તેની ધરપકડ પણ થઈ હતી. 2020ના ડ્રગ સ્મગલિંગ કેસમાં માત્ર નિધિની જ નહીં તેની સાથે અન્ય બે છોકરાઓ પણ હતા.