×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એશિયા કપમાં મોટો ફેરફાર, ભારત-પાકિસ્તાનની મેચ સહિત તમામ મેચ આ મેદાન પર થઈ શિફ્ટ

એશિયા કપ 2023ને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. ટૂર્નામેન્ટ વચ્ચે જ એશિયન ક્રિકેટ કાઉન્સિલે  (ACC) એ એક મોટો નિર્ણય લીધો છે. શ્રીલંકાના કોલંબોમાં થનારી ફાઈનલ સહિત સુપર-2 સ્ટેજની તમામ મેચ હમ્બનટોટામાં શિફ્ટ કરી દેવાઈ છે.

મેચો શિફ્ટ કરવા માટે પલ્લેકેલ અને દાંબુલા વેન્યૂ પર પણ વિચાર કરાઈ રહ્યો હતો. પરંતુ હમ્બનટોટામાં શિફ્ટ કરાઈ છે. જણાવી દઈએ કે, કોલંબોમાં આ સમયે ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના અનુસાર, આગામી કેટલાક દિવસો સુધી અહીં સતત વરસાદ પડશે. એજ કારણ છે કે, ACCએ કોલંબોના તમામ મુકાબલાને શિફ્ટ કરી દીધા છે.

17 સપ્ટેમ્બરે રમાશે ફાઈનલ મેચ

જણાવી દઈએ કે, શ્રીલંકન શહેર હમ્બનટોટા દક્ષિણ ક્ષેત્રમાં સ્થિત છે. આ ઘણો ડ્રાય વિસ્તાર માનવામાં આવે છે. જ્યારે કોલંબોમાં ખુબ વરસાદ પડી રહ્યો છે. પલ્લેકેલે અને દાંબુલામાં પણ વરસાદની શક્યતા છે. તેવામાં ACCએ કોલંબોની તમામ મેચ હમ્બનટોટામાં શિફ્ટ કરી દીધી છે. હવે એશિયા કપની ફાઈનલ પણ આ મેદાન પર 17 સપ્ટેમ્બરે રમાશે.

ભારત-પાકિસ્તાનની મેચ પણ આ મેદાન પર રમાશે

એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે મહામુકાબલો રમાશે. નેપાળ સામેની મેચ ભારતને જીતવાનું નક્કી છે. તેવામાં ટીમ ઈન્ડિયા આ મેચ જીતશે તો તે સુપર-4માં ક્વોલિફાઈ કરી લેશે. તેવામાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ જોવા મળશે. આ મેચ 10 સપ્ટેમ્બરે કોલંબોમાં નક્કી હતી. પરંતુ હવે હમ્બનટોટામાં રમાશે.