એલર્ટઃ કોરોનાના કેસ વધતા કેન્દ્રની ચેતવણી, રાજ્યો પ્રોટોકલનું કડકાઇથી પાલન કરાવે

એલર્ટઃ કોરોનાના કેસ વધતા કેન્દ્રની ચેતવણી, રાજ્યો પ્રોટોકલનું કડકાઇથી પાલન કરાવે

નવી દિલ્હી, તા. 30 ઓક્ટોબર 2021, શનિવાર

આસામ અને પશ્ચિમ બંગાળમાં ગત અઠવાડિયે કોરોના કેસ, સંક્રમણ દર અને ટેસ્ટિંગના ઘટતા આંકડા પર કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે અને પરિસ્થિતિની સમીક્ષા કરવા કહ્યું છે. કેન્દ્ર સરકારે કહ્યું કે રાજ્યો કોઇ પણ ભોગે પરિસ્થિતિ પર કાબુ મેળવે. એટલું જ નહીં કોરોનાના પ્રોટોકોલનું કડકાઇથી પાલન કરાવાનો પણ આદેશ આપ્યો છે. નાગરિકોને પણ કેન્દ્ર સરકારે સોશિયલ ડિસન્ટન્સનું પાલન કરવા માટે કહ્યું છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્ર્યાલયે આસામ અને પશ્ચિમ બંગાળના મુખ્ય સચીવોને 26 ઓક્ટોબરના રોજ પત્ર લખ્યો હતો. જેમાં મંત્ર્યાલયના એડિશનલ સેક્રેટરી આરતી આહૂજાએ રાજ્યોમાં કોરોનાના વધતા કેસને લઇને ચેતવ્યાં હતા. વર્તમાન ટ્રેન્ડ રાજ્યમાં કોરોનાની વણસતી સ્થિતિ તરફ ઇશારો કરી રહીં છે.

તેમણે કહ્યું કે ગત અઠવાડિયે નવા કેસમાં 41 ટકાનો વધારો નોંધાયો હતો. છેલ્લા ચાર અઠવાડિયાથી સંક્રમણના પ્રસારમાં વધારો નોંધાયો છે. કેન્દ્ર સરકારથી કહેવામાં આવ્યું કે 28 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબરની વચ્ચે કેસ વધવાનો દર 1.89 ટકા હતો. આ આંકડા 19થી 28 ઓક્ટોબરની વચ્ચે વધીને 2.22 ટકા થઇ ગયો છે. તેમણે કહ્યું વધતા કેસને જોતા આસામ સરકારે તપાસમાં ઝડપ લાવવાની જરૂર છે. 

બંગાળમાં 28 સપ્ટેમ્બરથી ચાર ઓક્ટોબર સુધીમાં 2,62,319 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે 19થી 25 ઓક્ટોબરની વચ્ચે ઘટીને 2,61,515 રહી ગયા હતા. 

Share: