એલન મસ્કે ભારતની અવકાશી સંસ્થા ઈસરોને આપ્યા અભિનંદન, આવુ છે કારણ

એલન મસ્કે ભારતની અવકાશી સંસ્થા ઈસરોને આપ્યા અભિનંદન, આવુ છે કારણ

નવી દિલ્હી,તા.15.જુલાઈ.2021

ભારતીય અવકાશી સંસ્થા ઈસરો પોતાના ગગનયાન મિશનને આગળ ધપાવી રહ્યુ છે.

જેના ભાગરુપે એક મોટી સફળતા ઈસરોને મળી છે.ઈસરોએ ગગનયાન મિશન માટે જે એન્જિનનો ઉપયોગ થવાનો છે તેનુ પરીક્ષણ સફળતાપૂર્વક કર્યુ છે અને તેના પગલે દુનિયાના બીજા સૌથી ધનિક વ્યક્ત તેમજ ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના માલિક એલન મસ્કે પણ ઈસરોને અભિનંદન આપ્યા છે.

ઈસરોએ એક ટ્વિટર થકી ગગનયાન માટેના એન્જિનના પરીક્ષણની ખબર શેર કરી હતી અને તેના જવાબમાં એલન મસ્કે કહ્યુ હતુ કે, ભારતને અભિનંદન .

ગગનયાન મિશન ઈસરો માટે બહુ મહત્વકાંક્ષી અભિયાન છે.જેમાં ભારત પહેલી વખત અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં મોકલશે.જે યાન અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં લઈ જશે તે યાનના એન્જિનનુ ઈસરોએ પરીક્ષણ સફળતાપૂર્વ કર્યુ છે.ઈસરોના તામિલનાડુ સ્થિત પરિક્ષણ કેન્દ્રમાં એન્જિનને 240 સેકન્ડ સુધી કાર્યરત રાખીને આ પરિક્ષણ કરાયુ હતુ.

ગગનયાનને લોન્ચ કરવા માટે જીએસએલવી એમ કે થ્રી રોકેટનો ઉપયોગ થશે.સાથે સાથે ભારતના સંભવિત અવકાશયાત્રીઓને હાલમાં રશિયા પણ તાલીમ આપી રહ્યુ છે.

Share: