એલઈડી સ્ક્રીન તોડવાનો પ્રયત્ન, માર્શલો પર હુમલા અને કાગળો ફેકવાને રાહુલ ગાંધી યોગ્ય માને છે? પિયુષ ગોયલ

એલઈડી સ્ક્રીન તોડવાનો પ્રયત્ન, માર્શલો પર હુમલા અને કાગળો ફેકવાને રાહુલ ગાંધી યોગ્ય માને છે? પિયુષ ગોયલ

નવી દિલ્હી, તા. 30. નવેમ્બર, 2021 મંગળવાર

રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા 12 સાંસદોના મુદ્દે વિપક્ષ દ્વારા હોબાળો થઈ રહ્યો છે.રાહુલ ગાંધીનુ કહેવુ છે કે, સાંસદો સસ્પેન્શન પાછુ ખેંચાવવા માટે માફી નહીં માંગે.

બીજી તરફ હવે મોદી સરકારના મંત્રી પિયુષ ગોયલે રાહુલ ગાંધીને સવાલ પૂછ્યો છે કે, કોંગ્રેસના સાંસદોએ એલઈડી સ્ક્રીન તોડવાની કોશિશ કરી, લેડી માર્શલ પર હુમલો કર્યો, પેપરો ફેંક્યા …એ બધુ યોગ્ય હતુ તેવુ રાહુલ ગાંધી માને છે?

ગોયલે કહ્યુ હતુ કે, દુર્ભાગ્ય છે કે વિપક્ષ બેફામ આરોપો લગાવી રહ્યો  છે.એક સાંસદે તો બીજા સભ્યના ગળામાં ફાંસીનો ફંદો પહેરાવીને તેમને ગૃહમાં ફેરવ્યા હતા.ડોલા સેન નામના સાંસદે તો મારો અને પ્રહ્લાદ જોષીનો રસ્તો રોકી લીધો હતો.જે સાંસદોને સસ્પેન્ડ કરાયા  છે તે પોતાના વર્તન માટે માફી માંગે તો જ નિર્ણય પાછો ખેંચાશે.

સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોષીએ પણ કહ્યુ હતુ કે, સાંસદોને માફી માંગવાનો આગ્રહ મેં ગઈકાલે પણ કર્યો હતો.તેમણે આ માટે ના પાડી દીધી હતી.એટલે નાછુટકે તેમને સસ્પેન્ડ કરાયા છે.

Share: