×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એર ઈન્ડિયા અને વિસ્તાર એરલાઈન્સનું થશે મર્જર… CCIએ આપી મંજૂરી

Image - wikipedia

નવી દિલ્હી, તા.01 સપ્ટેમ્બર-2023, શુક્રવાર

એર ઈન્ડિયા અને વિસ્તાર એરલાઈન્સના મર્જર (Tata Sia Airlines-Air India Merger) અંગે મોટા અહેવાલો સામે આવ્યા છે. ભારતીય સ્પર્ધા પંચ - CCIએ ટાટા ગ્રૂપની એરલાઈન્સ કંપની એર ઈન્ડિયા અને વિસ્તારાના મર્જરને મંજુરી આપી દીધી છે, જોકે આ મંજૂરી કેટલીક શરતો પર આધારીત છે... વિસ્તારાના મર્જર બાદ એર ઈન્ડિયા દેશની બીજી સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઈન્સ અને સૌથી મોટી ઈન્ટરનેસનલ એરલાઈન્સ બની ગઈ છે.

ટાટા ગ્રૂપનો મહત્વનો નિર્ણય

ટાટા ગ્રૂપના આ નિર્ણયને એરલાઈન્સ બિઝનેસને વધારવાની દિશામાં મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, વિસ્તારા એરલાઈન્સ ટાટા એસઆઈએક એરલાઈન્સ તરીકે પણ ઓળખાય છે, કારણ કે આ ટાટા સન્સ અને સિંગાપુર એરલાઈન્સની જોઈન્ટ વેન્ચર છે.

સીસીઆઈએ મર્જર આપી મંજૂરી

સીસીઆઈએ સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ એક્સ પર આજે જણાવ્યું કે, તેણે મર્જરને મંજૂરી આપી દીધી છે. તેણે કહ્યું કે, સીસીઆઈએ પક્ષકારો દ્વારા પ્રસ્તાવિત સ્વૈચ્છિક પ્રતિબદ્ધતાઓનું પાલનને આધીન ટાટા એસઆઈએ એર લાઈન્સના એર ઈન્ડિયામાં મર્જરને અને એર ઈન્ડિયા અને સિંગાપુર એરલાઈન્સ દ્વારા કેટલાક શેરોના સંપાદનને મંજૂરી આપી દીધી છે...

સિંગાપુર એરલાઈન્સની વિસ્તારામાં 49 ટકા ભાગીદારી

વિસ્તારા અને એર ઈન્ડિયા ટાટા ગ્રૂપની એરલાઇન્સ છે... સિંગાપુર એરલાઈન્સનો વિસ્તારમાં 49 ટકા હિસ્સો છે. ગત વર્ષે નવેમ્બરમાં ટાટા ગ્રૂપે એક ડીલ હેઠળ એર ઈન્ડિયા સાથે વિસ્તારાના મર્જરની જાહેરાત કરી હતી. આ જાહેરાત મુજબ સિંગાપુર એરલાઈન્સ (Singapore Airlines) પણ એર ઈન્ડિયામાં 25.1 ટકા હિસ્સો મેળવશે.