×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એપલની માત્ર ત્રણ મહિનાની રેવન્યુ 111 અબજ ડૉલરના વિક્રમી આંકે


ન્યૂ યોર્ક, તા. 28 જાન્યુઆરી, 2021, ગુરૂવાર

સ્માર્ટફોન ઉત્પાદક તથા ટેકનોલોજી જાયન્ટ કંપની એપલે વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા હતા. એ પ્રમાણે કંપનીએ ત્રણ મહિનામાં વિક્રમજનક રીતે 111.4 અબજ ડૉલરની આવક (રેવન્યુ) મેળવી છે. ગયા વર્ષ કરતા આ રકમ 21 ટકા વધારે છે.  આ ગાળામાં કંપનીએ 28.6 અબજ (રૂપિયા 2085 અબજ) ડૉલરનો નફો પણ કર્યો છે.  ત્રિમાસિક ગાળામાં સૌથી વધારે આવકનો આ કંપનીનો રેકોર્ડ છે. 

અત્યારે એપલના કુલ એક્ટિવ આઈફોન વપરાશકારોની સંખ્યા 1 અબજને પાર થઈ છે. પહેલી વાર આઈફોન વપરાશકારો અબજને પાર પહોંચ્યા છે. એપલની રેવન્યુમાં એકલા આઈફનનો ફાળો 65 અબજ ડૉલરથી વધારે છે.  કંપનીએ સૌથી મોટી મોબાઈલ કંપની બનવાનો પણ વિક્રમ નોંધાવ્યો છે.

ઈન્ટરનેશનલ ડેટા કોર્પોરેશનના આંકડા મુજબ એપલે ગયા વર્ષના છેલ્લા ત્રણ મહિનામાં 9.01 કરોડ ફોન વિશ્વભરમાં ડિલિવર કર્યા હતા. આ દરમિયાન ફેસબૂકની 2020ના છેલ્લા ત્રણ મહિનાની આવક 28 અબજ ડૉલર થઈ હતી, જે ગયા વર્ષે 21 અબજ ડૉલર હતી.  28 અબજમાંથી ફેસબૂકનો નફો 11.22 અબજ ડૉલર છે. 

ફેસબૂકના ડેઈલી એક્ટિવ યુઝર્સની સંખ્યા જગતમાં 1.84 અબજ થઈ છે, જ્યારે મન્થલી યુઝર્સ 2.8 અબજ છે. અત્યાર સુધી ફોન શિપમેન્ટ કરવાની બાબતમાં સેમસંગ પ્રથમ ક્રમની કંપની હતી. એપલે તેને પાછળ રાખી દીધી છે.  વૈશ્વિક સ્માર્ટફોન માર્કેટમાં એપલનો શેર વધીને 23 ટકા થયો છે, સેમસંગનો ઘટીને 19 ટકા રહ્યો છે. એપલના જંગી વેચાણમાં ભારતમાં થયેલા વેપાર વધારાનો મોટો ફાળો છે. 

એપલની મેસેજિંગ એપ સલામત નથી : માર્ક ઝકરબર્ગ

ફેસબૂકના માર્ક ઝકરબર્ગે કહ્યુ હતુ કે એપલના ફોનમાં આવતી આઈમેસેજ એપ્લિકેશન સલામત નથી. તેના મેસેજ બરાબર સચવાતા નથી.  એ મેસેજ સરકાર ધારે ત્યારે વાંચી શકે છે, એ માર્કે કહ્યું હતું. ફેસબૂકના સીઈઓ માર્કે વધુમાં એમ પણ કહ્યું હતું કે અમારી સૌથી મોટી સ્પર્ધા એપલ સામે છે.  કેમ કે મેસેજિંગ અને અન્ય એપ માર્કેટમાં એપલે પોતાનો બિઝનેસ વિસ્તારવાની શરૂઆત કરી દીધી છે.

સૌથી મોટા સ્માર્ટફોન ઉત્પાદકો

2020ના છેલ્લા ત્રણ મહિના દરમિયાન સ્માર્ટફોન વેચાણ કરનારી પ્રથમ પાંચ કંપનીઓ..

કંપની

ફોન

માર્કેટ શેર

 

(કરોડ)

(ટકા)

એપલ

9.01

23.4

સેમસંગ

7.39

19.1

શાઓમી

4.33

11.2

ઓપો

3.38

8.8

હુવાઈ

3.32

8.5

અન્ય

11.24

29.1