એડલ્ટ કન્ટેન્ટમાં બાદશાહ બનવા માંગતો હતો રાજ કુંદ્રા, કાનપુરનો યશ ઠાકુર હતો સૌથી મોટો મદદનીશ

એડલ્ટ કન્ટેન્ટમાં બાદશાહ બનવા માંગતો હતો રાજ કુંદ્રા, કાનપુરનો યશ ઠાકુર હતો સૌથી મોટો મદદનીશ


– આ ધંધામાં આઈબી ઓફિસર્સને પણ ફસાવવામાં આવ્યા હતા

નવી દિલ્હી, તા. 01 ઓગષ્ટ, 2021, રવિવાર

શ્યામ નગરનો રહેવાસી અરવિંદ કુમાર શ્રીવાસ્તવ ઉર્ફે યશ ઠાકુર કુંદ્રાનો સૌથી મોટો જાણભેદુ નીકળ્યો છે. હકીકતે રાજ કુંદ્રા એડલ્ટ કન્ટેન્ટ ઈન્ડસ્ટ્રીમાં એકછત્ર ઈચ્છતો હતો. એએલટી બાલાજી અને ઉલ્લુ જેવી તમામ એપની લોકપ્રિયતા જોઈને તે તેમનાથી આગળ નીકળવા માંગતો હતો. કુંદ્રાએ પોતાના બિઝનેસનો મોટો હિસ્સો યશ ઠાકુરના ભાગમાં કરી દીધો હતો. 

આ કારણે જ નવી એપ બનાવવામાં, પોર્ન અને સેમી પોર્ન ફિલ્મોને અપલોડ કરવામાં, વેબસીરિઝમાં કામ કરવા માટે બોલ્ડ અભિનેત્રીઓ સાથે સોદા કરવામાં, કમાણીને અહીંથી ત્યાં કરવામાં યશ ઠાકુરની સંપૂર્ણ દખલ હતી. રાજ અને યશ વચ્ચે થયેલી વ્હોટ્સએપ ચેટ અને પકડાયેલા લોકોની પુછપરછ દરમિયાન આ જાણકારી સામે આવી છે. 

યશ ઠાકુરે 6 મહિના પહેલા પોર્ન ફિલ્મોનો કારોબાર સિંગાપુર શિફ્ટ કરી દીધો હતો. યશ નિયો ફ્લિક્સ કંપનીના બેનર અંતર્ગત અંગ્રેજીમાં શોર્ટ ન્યૂડ ફિલ્મો બનાવવાની યોજના પર કામ કરી રહ્યો હતો. લંડનમાં રહેતો ભારતીય નાગરિક ‘રૉય’ અને કુંદ્રાનો સહયોગી ઉમેશ કામત સિંગાપુરમાં કુંદ્રા માટે કામ કરતા હતા. 

‘રૉય’ ભારતીય મોડલ ઈન્ડસ્ટ્રીમાં સંઘર્ષરત અભિનેત્રીઓ સાથે સોદો કરતો હતો. નવી અભિનેત્રીઓને 5,000 અને ચર્ચિત બોલ્ડ અભિનેત્રીઓને 20થી 40,000 રૂપિયા પ્રતિ દિવસ લેખે ચુકવણી થતી હતી. એક વાર ધંધામાં આવ્યા બાદ કોઈ જ મોઢું નહોતું ખોલતું. 

આ રીતે સામે આવ્યું કાનપુર કનેક્શન

મુંબઈ ક્રાઈમ બ્રાંચે કુંદ્રા સાથે સંકળાયેલા 11 લોકોની ધરપકડ કરી હતી. 18 એવા બેંક ખાતા પકડાયા જેમાં કરોડોની લેવડ-દેવડ થઈ હોય. તેમાં 3 ખાતા કાનપુર નિવાસી અરવિંદ શ્રીવાસ્તવ, તેની પત્ની હર્ષિતા અને પિતા નર્વદા પ્રસાદના છે. માત્ર 20 મહિનામાં જ તેમાં 4 કરોડ રૂપિયા જમા થયા હતા. 

થોડા મહિનાઓમાં જ ખાતામાં રૂપિયાનો વરસાદ

અરવિંદે નવેમ્બર 2020માં અલગ અલગ તારીખમાં પત્ની હર્ષિતાના ખાતામાં 67 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા. 2021માં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 8 વખતમાં 95 લાખ રૂપિયા મોકલ્યા. ત્યાર બાદ રકમ મોકલવાની પદ્ધતિ બદલાઈ. 21.60 લાખ રૂપિયા સેલેરીના મળ્યા હોવાનો પણ ઉલ્લેખ છે. 

આવી રીતે બન્યો કુંદ્રાનો મદદનીશ

કુંદ્રાની કંપની ફ્લિજ મૂવીઝ અરવિંદની દેખરેખમાં સંચાલિત થતી હતી. સાથે જ તે સિંગાપુરમાં કુંદ્રાની બીજી કંપની નિયો ફ્લિક્સનું કામ પણ સંભાળતો હતો. તેમાં જ પોર્ન અને સેમી પોર્ન ફિલ્મો રીલિઝ કરાવવામાં આવતી હતી. જાન્યુઆરી 2021માં ફ્લિજ મૂવીઝ પર પોર્ન ફિલ્મોના આરોપસર કુંદ્રા વિરૂદ્ધ એફઆઈઆર નોંધાઈ તો અરવિંદે જ તેના બદલે ફ્લિજ મૂવીઝ એચડી મી નામની નવી વેબસાઈટ બનાવી તેમાં નવી પોર્ન ફિલ્મો અપલોડ કરવાનું શરૂ કર્યું હતું. 

આ ધંધામાં આઈબી ઓફિસર્સને પણ ફસાવવામાં આવ્યા હતા. મુંબઈ ક્રાઈમ બ્રાંચે કરેલા દાવા પ્રમાણે પોર્નોગ્રાફી કેસમાં વોન્ટેડ યશ ઠાકુરે સિંગાપુરમાં રહીને ઈન્ટેલિજન્સ બ્યુરોના અધિકારી આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ઓફિસર સચીન્દ્ર રૂમાલેને પણ આ ધંધામાં ફસાવ્યો હતો. પહેલા મિત્રતા કરી હતી અને બાદમાં સચીન્દ્રની પત્નીના નામે ફ્લિજ મૂવીઝ એપ બનાવીને એડલ્ટ ફિલ્મો મુકવાનું શરૂ કરી દીધું હતું. 

Share: