×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એક ઈંચ પણ જમીન નહીં જાય : અરુણાચલમાં ચીની સૈનિકોના ઘર્ષણ મુદ્દે અમિત શાહનું નિવેદન

IMAGE : Twitter











નવી દિલ્હી, 13 ડિસેમ્બર 2022, મંગળવાર ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ ચીની દૂતાવાસ પાસેથી સંશોધન માટે પૈસા લીધા હતા. જે સમયે આપણા સૈનિકો ગલવાનમાં ચીની સેના સાથે અથડામણ કરી રહ્યા હતા તે સમયે તેઓ ચીનના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા હતા. 2011માં કોંગ્રેસ સરકારે ચીનની ધમકી બાદ સરહદ પર ધેમચોકમાં રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ બંધ કરી દીધું હતું. કોંગ્રેસના સમયમાં આપણી  હજારો કિલોમીટરની જમીન પડાવી લેવામાં આવી છે પણ આ ભાજપ સરકાર છે, કોઈ એક ઈંચ પણ જમીન કબજે કરી શકશે નહિ.

અધીર રંજન ચૌધરીનો પલટ વાર 

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, જ્યારે 12 વાગ્યે ગૃહ પ્રધાનના નિવેદનની વાત કરવામાં આવી હતી, ત્યારે ગૃહ પ્રધાન અમિત શાહે કઈ ક્ષમતાથી કહ્યું હતું કે, સરહદ પર કંઈ થયું નથી? રક્ષા મંત્રી પોતે પોતાનું રક્ષણ કરવા સક્ષમ નથી.

રાજનાથ સિંહે સંસદમાં સમક્ષ આ પ્રસ્તાવ કર્યો 

રાજનાથે વધુમાં કહ્યું કે, હું આ ગૃહને આશ્વાસન આપવા માંગુ છું કે આપણી સેના આપણી પ્રાદેશિક અખંડિતતાની રક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને તેની વિરુદ્ધ કોઈપણ પ્રયાસને રોકવા માટે હંમેશા તૈયાર છે. મને ખાતરી છે કે, આ ગૃહ સર્વસંમતિથી આપણા દળોની બહાદુરી અને હિંમતને સમર્થન આપશે.