ઉત્તર પ્રદેશનાં પુર્વ CM કલ્યાણ સિંહનું નિધન, ઘણા દિવસોથી વેન્ટિલેટર પર હતા

ઉત્તર પ્રદેશનાં પુર્વ CM કલ્યાણ સિંહનું નિધન, ઘણા દિવસોથી વેન્ટિલેટર પર હતા

લખનઉ, 21 ઓગસ્ટ 2021 શનિવાર

ઉત્તર પ્રદેશનાં પુર્વ સીએમ અને રાજસ્થાનનાં પુર્વ રાજ્ય પાલ કલ્યાણ સિંહનું આજે રાત્રે લખનઉમાં સંજય ગાંધી પોસ્ટગ્રેજ્યુએટ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ (SGPGI)માં 89 વર્ષની વયે નિધન થયું છે. તેઓ 4 જુલાઈથી હોસ્પિટલમાં દાખલ હતા. ડોક્ટરોએ જણાવ્યું કે તેમનું મૃત્યુ સેપ્સિસ અને મલ્ટી ઓર્ગન ફેલ્યોરને કારણે થયું છે.

રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે તેમની ગોરખપુર મુલાકાત રદ્દ કરીને તેમનાં ખબરઅંતર પુછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલે જણાવ્યું કે તેમને ક્રિટિકલ કેર ICU માં રાખવામાં આવ્યા હતાં. ક્રિટિકલ કેર, ન્યુરોલોજી, યુરોલોજી, નેફ્રોલોજી, સંસ્થાના એન્ડોક્રિનોલોજી સહિત વિવિધ વિભાગોના પ્રોફેસરોની ટીમ તેમની સારવારમાં રોકાયેલી હતી. તેઓ ઘણા દિવસોથી વેન્ટિલેટર પર હતા.

યોગીએ ICU માં જઈને પૂર્વ મુખ્યમંત્રીને જોયા. તબીબી નિષ્ણાતો સાથે વાતચીત કરી. ડિરેક્ટર પ્રો. આર કે ધીમાને કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રીની હાલત ગંભીર છે.

અત્રે ઉલ્લેખનિય છે કે તેમની નાદુરસ્ત તબિયત અંગે પીએમ નરેન્દ્ર મોદીએ પણ ચિંતા વ્યક્ત કરી હતી. 

Share: