×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉત્તરપ્રદેશના બાંદામાં કેન નદીમાં ન્હાવા ઉતરેલા 5 બાળકો ડૂબ્યાં, 4ના મોત, પરિજનો શોકમાં ગરકાવ

image : IANS


ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના પલાની વિસ્તારમાં પાંચ બાળકો નદીમાં ડૂબી ગયા હતા. જેમાં ચારના મોત થયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તરવૈયાઓની મદદથી બાળકોની શોધખોળ હાથ ધરી હતી. પરિજનોને જાણ થતાં જ હાહાકાર મચી ગયો હતો. અપર પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ લક્ષ્મી નિવાસ મિશ્રાએ જણાવ્યું કે, બુધવારે સવારે લગભગ 9 વાગે થાણા પૈલાની હેઠળના ગુરગાવા માજરા સિંધન પુરવા ગામમાં 5 બાળકો નદીમાં ડૂબી ગયા હોવાની માહિતી મળી હતી.

પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી 

પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બાળકોને બચાવવા પ્રયાસ કર્યો હતો. તેમને નજીકના સીએચસીમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. એક બાળક હજુ પણ ગુમ છે. જેની શોધખોળ ચાલી રહી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ ઘટના બાંદાના પૈલાની પોલીસ સ્ટેશન હેઠળના સિંધનકાલા ગામના ગુરગવા મજરામાં બની હતી.

તરતા તરતાં ઊંડા પાણીમાં પહોંચી ગયા હતા 

માહિતી અનુસાર ડૂબતી વખતે તમામ બાળકો અચાનક ઊંડા પાણીમાં ઉતરી ગયા હતા. જે બાદ તેઓ એક પછી એક ડૂબવા લાગ્યા. જ્યારે નજીકમાં ઉભેલા લોકોએ બાળકોને ડૂબતા જોયા ત્યારે તેઓએ બૂમાબૂમ કરી હતી. જે બાદ બાળકોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.