×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા રાજ્યનાં વિદ્યાર્થીઓનાં હિતમાં રાજ્ય સરકારે લીધો આ નિર્ણય

ગાંધીનગર, 31 મે 2021 સોમવાર

ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા ગુજરાતનાં વિદ્યાર્થીઓનાં હિતમાં રાજ્ય સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે, આવા વિદ્યાર્થીઓને કૉવિડ વૅક્સિનેશનમાં અગ્રતા આપવામાં આવશે, મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, આગામી મહિનાઓમાં ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે વિદેશ જઈ રહ્યા છે. આવા વિદ્યાર્થીઓને વિદેશ પ્રવાસમાં કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે વિદ્યાર્થીઓને રસીકરણમાં વિશેષ પ્રાથમિક્તા અપાશે.

આ માટે સમગ્ર રાજ્યમાં જિલ્લા કલેકટર્સને અને મહાનગરપાલિકા વિસ્તારોમાં મ્યુનિસિપલ કમિશનર્સને જવાબદારી સોંપવામાં આવી છે. વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.

આજે ગાંધીનગરમાં CM રૂપાણીનાં નેતૃત્વમાં મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્ય સરકારે આ સંવેદનશીલ નિર્ણય કર્યો છે. અભ્યાસ માટે આગામી મહિનાઓમાં વિદેશ જઇ રહેલા જિલ્લાના વિદ્યાર્થીઓએ અગ્રતાના ધોરણે વૅક્સિન લેવા પોતાના આઈ-20 ફોર્મ અથવા DS-160 ફૉર્મ અથવા તો વિદેશની જે તે યુનિવર્સિટી કે કોલેજનો એડમિશનના કન્ફર્મેશન લેટર સાથે રૂબરૂ કલેકટરનો સંપર્ક કરવાનો રહેશે.