×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈસરો ૧૨મી ઓગસ્ટે જીઓ ઈમેજિંગ સેટેલાઈટ જીઆઈએસએટી-૧ લોંચ કરશે

બેંગલુરુ, તા. ૧૦અગાઉ કોરોના મહામારીના કારણે જે સેટેલાઈટ જીઆઈએસએટી-૧નું લોન્ચિંગ અટકાવાયું હતું, તેને ૧૨મી ઓગસ્ટે લોંચ કરવામાં આવશે. ઈસરોએ આ રીઅલ ટાઈમ ઈમેજિંગ ઉપગ્રહને અવકાશમાં સ્થિર કરવાની બધી જ તૈયારી કરી લીધી છે.જીસેટ-૧ નામનો ઉપગ્રહ ઈસરો શ્રીહરિકોટાથી લોંચ કરશે. ૧૨મી ઓગસ્ટનો સમય એ માટે નક્કી કરવામાં આવ્યો છે. જીઓ ઈમેજિંગ સેટેલાઈટ જીસેટ-૧ને જીએસએલવી-એફ૧૦ રોકેટથી લોંચ કરવામાં આવશે. કોરોના મહામારી પછી આ માત્ર બીજું લોન્ચિંગ હશે. અગાઉ ફેબુ્રઆરી-૨૧માં શ્રીહરિકોટાથી લોન્ચિંગ થયું હતું.આ સેટેલાઈટ માટે અગાઉ બે વખત લોન્ચિંગની તારીખ નક્કી થઈ હતી, પરંતુ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લોન્ચિંગ રદ્ કરાયું હતું. આ ઉપગ્રહ અવકાશમાં એક જગ્યાએ સ્થિર રહીને દેશના ભૂભાગ પર રીઅલ ટાઈમ નજર રાખશે અને લાઈવ ઈમેજ લેવામાં મદદ કરશે.જીસેટ-૧નું વજન ૨૨૬૮ કિલોગ્રામ છે. અગાઉ માર્ચ-૨૦૨૦માં તેને લોંચ કરવાનો હતો, પરંતુ ટેકનિકલ એરરના કારણે બ્લાસ્ટ થયો પછી લોન્ચિંગ રદ્ કરવું પડયું હતું. આ વર્ષની ૨૮મી માર્ચે ફરીથી લોન્ચિંગ કરવાનું નક્કી થયું હતું, પરંતુ કોરોનાની બીજી લહેરના કારણે એ વખતે પણ લાન્ચિંગ રદ્ કરવાની ફરજ પડી હતી.જીસેટ-૧ના લોન્ચિંગ માટે ઈસરોએ હવે ૧૨મી ઓગસ્ટ નક્કી કરી છે. ઈસરોની એક સત્તાવાર જાહેરાતમાં કહેવાયું હતુંઃ ૧૨મી ઓગસ્ટે વહેલી સવારે ૫.૪૩ કલાકે લોન્ચિંગ થશે. આ ઉપગ્રહ ભારત માટે ઘણી બધી રીતે ગેમ ચેન્જર બનશે.