×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈસરોના સૂર્યયાનની લાંબી છલાંગ, સૂર્ય મિશન Aditya L1 પૃથ્વીથી આટલે દૂર પહોંચ્યું


ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલ ભારતના પહેલા સૂર્ય મિશન Aditya L1 ને અપડેટ સામે આવી રહ્યું છે. ઈસરો દ્વારા આ મિશનને 2 સપ્ટેમ્બરે શ્રી હરિકોટા ખાતેથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. જેને લઈ ઈસરોએ અપડેટ આપતા જણાવ્યું છે કે, સૂર્ય મિશન Aditya L1 એ પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બીજી છલાંગ સફળતાપૂર્વક લગાવી છે.  બેંગલુરુમાં ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક (ISTRAC) ના વૈજ્ઞાનિકોએ આ માહિતી આપી હતી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, મોરેશિયસ, બેંગલુરુ અને પોર્ટ બ્લેરના ISTRAC/ISRO ગ્રાઉન્ડ સ્ટેશનોએ આ ઓપરેશન દરમિયાન  Aditya L1ની સ્થિતિને ટ્રેક કરવામાં આવી હતી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, હવે આદિત્ય L1 282 km x 40225 km ની નવી ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. આગામી પાંચ દિવસમાં  Aditya L1  પૃથ્વી સાથે સંબંધિત તેની ત્રીજી છલાંગ લગાવવાનો પ્રયાસ કરશે. આ માટે સમયગાળો 10 સપ્ટેમ્બરના રોજ રાતે 2.30 વાગ્યે હોય શકે છે.