×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈમરાન ખાને મોંઘી ઘડિયાળો, કફલિંક્સ જેવી અનેક કિંમતી વસ્તુઓ માટે નજીવી કિંમત ચૂકવી! હવે ફસાયા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની તોશાખાના કેસમાં ધરપકડ કરી લેવામાં આવી છે. એવામાં સવાલ એ થાય છે કે ઈમરાને પાકિસ્તાની તોશાખાનાથી કઈ કઈ વસ્તુઓ લીધી હતી. જો આ વસ્તુઓની યાદી પર નજર કરશો તો તે ખૂબ જ કિંમતી છે. 

મોંઘેરી વસ્તુઓ મળી હતી ઈમરાન ખાનને... 

પાકિસ્તાન સરકાર દ્વારા જારી કરાયેલા આંકડાઓથી માહિતી મળી છે ઈમરાન ખાનને પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે તેમના કાર્યકાળ દરમિયાન ભેટમાં 3.8 મિલિયન પાકિસ્તાની રુપિયાની પાંચ કાંડા ઘડિયાળો મળી હતી. ઈમરાને ઓક્ટોબર 2018માં એક ચતૃર્થાંસ મિલિયન પાકિસ્તાની રુપિયાની ચૂકવણી કર્યા બાદ આ ભેટ પોતાની પાસે રાખી લીધી હતી. 

વસ્તુઓની યાદી પર કરો એક નજર 

સપ્ટેમ્બર 2018માં ઈમરાન ખાને ફરીથી 20 મિલિયન પાકિસ્તાની રૂપિયા આપી 85 મિલિયનની એક અન્ય ગ્રેફ વૉચ, 5.6 મિલિયનની એક જોડી કફલિંક, 1.5 મિલિયની એક પેન, 8.75 મિલિયનની એક રિંગ રાખી લીધી હતી. આ ઉપરાંત 294000 પાકિસ્તાની રુપિયા આપી ઇમરાને 1.5 મિલિયનની એક રોલેક્સ પણ લઈ લીધી હતી. આટલું જ નહીં ઈમરાને નવેમ્બર 2018માં 900000 પાકિસ્તાની રુપિયાની કિંમતી એક રોલેક્સ તથા એક અન્ય વસ્તુ માટે 338600 પાકિસ્તાની રુપિયા ચૂકવ્યા હતા. તેના એક વર્ષ પછી ઓક્ટોબર 2019માં ઈમરાને 935000 રુપિયામાં 1.9 મિલિયન પાકિસ્તાની રુપિયાની એક બોક્સ ઘડી પોતાની પાસે રાખી લીધી. સપ્ટેમ્બર 2020માં એક અન્ય રોલેક્સની કિંમત 44 લાખ પાકિસ્તાની રુપિયા અંકાઈ હતી.  તેના માટે ઈમરાને માત્ર 24 લાખ પાકિસ્તાની રુપિયા ચૂકવ્યા હતા. આ રકમમાં અન્ય ભેટ પણ સામેલ છે. ઠીક આ જ મહિને તેમની પત્ની બુશરા બીબીએ 10 મિલિયન પાકિસ્તાની રુપિયાનો એક હાર, 2.4 મિલિયનના એક કંગન, 2.8 મિલિયન પાકિસ્તાની રુપિયાની એક વીંટી અને 9 પાકિસ્તાની મિલિયન રુપિયામાં 1.85 મિલિયન પાકિસ્તાની રુપિયાની ઝુમકાની એક જોડી રાખી લીધી હતી. 

પીટીઆઈએ લાહોર હાઈકોર્ટમાં કરી અરજી 

આ દરમિયાન પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ પાર્ટી (PTI)એ લાહોર હાઇકોર્ટમાં અરજી દાખલ કરી ઈમરાન ખાનની ધરપકડને અપહરણ ગણાવ્યું હતું. અરજદારે જણાવ્યું હતું કે, સરકારે ઈમરાન ખાનને ગેરકાયદેસર કસ્ટડીમાં રાખ્યા છે. ઇમરાન ખાન આજે બપોરે 12.45 વાગ્યે તેમના જમાન પાર્ક નિવાસસ્થાને એક મીટિંગમાં હાજરી આપી રહ્યા હતા ત્યારે લગભગ 200 પોલીસકર્મીઓ ઘરમાં ઘૂસી ગયા હતા અને બંદૂકની અણીએ તેમનું અપહરણ કર્યું હતું. તેઓ તેમને ગેરકાયદેસર કસ્ટડીમાં રાખી રહ્યા છે.