ઇન્ડોનેશિયાએ નિકાસ પ્રતિબંધ હટાવ્યો : શું હવે ખાદ્યતેલો સસ્તા થશે ?

ઇન્ડોનેશિયાએ નિકાસ પ્રતિબંધ હટાવ્યો : શું હવે ખાદ્યતેલો સસ્તા થશે ?

મુંબઇ, તા. 19 મે 2022,ગુરૂવાર

ખાદ્યતેલોના ઉંચા ભાવની સમસ્યાનો સામનો કરી રહેલા ભારતીયો માટે રાહતજનક સમાચાર આવ્યા છે. ઇન્ડોનેશિયાએ 23 મે, 2022 સોમવારથી પામતેલની નિકાસ પર મૂકેલો પ્રતિબંધ હટાવી લેવાની જાહેરાત કરી છે.  

ઇન્ડોનેશિયાએ 28 એપ્રિલના રોજ તમામ પ્રકારના ખાદ્યતેલોની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.

ઇન્ડોનેશિયાના પ્રમુખ જોકો વિડોડોએ ગુરુવારે જણાવ્યું કે, સ્થાનિક સ્તરે ખાદ્યતતેલોના પુરવઠાની સ્થિતિમાં સુધારા થતા સોમવાર – 23મી મેના રોજ તેની પામતેલની નિકાસ પર પ્રતિબંધ હટાવી લેવામાં આવશે.

Share: