×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આસામમાં 10 દિવસમાં ચોથી વખત અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 3.0ની તીવ્રતા


- થોડા દિવસ પહેલા તો માત્ર 24 કલાકમાં જ ધરતી 10થી વધારે વખત ધ્રુજી હતી

નવી દિલ્હી, તા. 10 મે, 2021, સોમવાર

છેલ્લા 10 દિવસમાં ચોથી વખત આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ વખતે નગાંવ ખાતે ધરતીમાં કંપન થયું હતું અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.0 મેગ્નિટ્યુડ નોંધાઈ હતી. ભૂકંપની જાણ થતા જ લોકોમાં ભય વ્યાપી ગયો હતો અને તેઓ પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. 

આસામમાં છેલ્લા એક સપ્તાહથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા તો માત્ર 24 કલાકમાં જ ધરતી 10થી વધારે વખત ધ્રુજી હતી. નગાંવ ખાતે અનુભવાયેલા ભૂકંપની તીવ્રતા વધારે ન હોવાથી જાન-માલનું કોઈ ખાસ નુકસાન નથી નોંધાયું. 

અગાઉ 7 મેના રોજ આસામમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેના પહેલા 3 અને 5 મેના રોજ પણ આસામમાં ભૂકંપ આવ્યો હતો.