×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આવતીકાલથી અમદાવાદમાં રાત્રે 9થી સવારના 6 સુધી રાત્રિ કર્ફ્યુ, દર શનિ-રવિ મોલ અને થિએટર બંધ રહેશે

આવતીકાલથી અમદાવાદમાં રાત્રે 9થી સવારના 6 સુધી રાત્રિ કર્ફ્યુ, દર શનિ-રવિ મોલ અને થિએટર બંધ રહેશે

અમદાવાદ, તા. 18 માર્ચ 2021, ગુરુવાર

કોરોના વાયરસના કેસમાં સતત તઇ રહેલા વધારાને કારણે અમદાવાદ મહાનગપાલિકા દ્વારા વધારે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવતીકાલથી અમદાવાદની અંદર લાગુ નાઇટ ક્રફ્યુના સમયમાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો છે. આવતીકાલથી અમદાવામાં રાતના 9થી લઇને સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ રહેશે. આ પહેલા આ સમય રાત્રિના 10થી લઇને સવારના 6 વાગ્યાનો હતો.

આ સિવાય વીકેન્ડ એટલે કે શનિ-રવિ માટે અલગથી નિયમ જાહેર કરવામાં આવ્યા છે. હવે દર શનિવાર અને રવિવારે અમદાવાદ શહેરના તમામ મોલ અને સિનેમાઘરો બંધ રહેશે. આ સિવાય શહેરમાં ખાણી પીણી માટેના તમામ સ્થળઓ છે તેના પર નજર રાખવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ આદેશ કરવામાં આવ્યા છે.

રાજ્યના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આજે ગુજરાતમાં 24 કલાકની અંદર કોરોનાના નવા 1276 નવા કેસો નોંધાયા છે. તો 3 લકોના મોત પણ થયા છે.