આવકવેરા રિટર્ન ફાઈલ કેમ કરવા: વેબસાઈટ જ ચાલતી નથી

આવકવેરા રિટર્ન ફાઈલ કેમ કરવા: વેબસાઈટ જ ચાલતી નથી

અમદાવાદ,તા.29 જુલાઈ 2022,શુક્રવાર

ભારતમાં વ્યક્તિગત કરદાતાઓએ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના આવકવેરાના રિટર્ન (Income Tax Return ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ એટલે કે અગામી રવિવાર છે. Infosys દ્વારા ગત વર્ષે બનાવવામાં આવેલા પોર્ટલમાં ઘણી સમસ્યા જોવા મળી રહી છે. ગત વર્ષે રિટર્ન ફાઈલ કરવાની મુદ્તમાં કેન્દ્ર સરકારે બે વખતે છૂટ આપવા ફરજ પડી હતી. આ વર્ષે ફરી ઇન્કમ ટેક્સ પોર્ટલ કામગીરી કરી રહ્યું નથી. ક્યારેક પોર્ટલ બંધ થઇ જાય છે તો ક્યારેક રિટર્ન ફાઈલ કર્યા પછી તે અપલોડ થતું નથી. 

દેશમાં ટેસ્ક પોફેશનલ દ્વારા રિટર્ન ફાઈલ કરવાની સમયાવધિ વધે એ માટે ટ્વીટર ઉપર અભિયાન શરુ કરવામાં આવી રહ્યું છે પણ નાણા વિભાગ કે CBDTએ આ અંગે કોઈ જાહેરાત કરી નથી.  #Extend_Due_Date_Immediately નામના આ ટ્વીટર અભિયાનને જબરો પ્રતિસાદ મળી રહ્યો છે. અને કોઈ ચોક્કસ શહેર કે રાજ્ય નહી પણ દેશભરમાંથી સમય વધે એ માંગે માંગ કરવામાં આવી રહી છે. 

ઇન્કમ ટેક્સ વિભાગની વેબસાઈટના આંકડા પણ પુરવાર કરે છે કે માત્ર ૪૦ ટકા લોકો જ ITR ફાઈલ કરી શક્ય છે. ઇન્કમ ટેક્સની વેબસાઈટ અનુસાર દેશમાં કુલ ૧૦.૪૫ કરોડ વ્યક્તિગત કરદાતાએ આ પોર્ટલ ઉપર નોંધણી કરાવી છે પણ જુલાઈ તા.૨૮ એટલે કે ગઈકાલ સુધીમાં માત્ર ૪.૦૯ કરોડ રિટર્ન ફાઈલ થઇ શક્યા છે. સરકારે ફાઈલ કરેલા રિટર્નમાંથી અર્ધાની તો ચોકસાઈ પણ ખતમ કરી દીધી છે. જેની ખરાઈ પૂરી થઇ છે એવા રિટર્નની સંખ્યા ૨.૪૧ કરોડ છે. 

Share: