×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આર્થિક ભીંસમાં ફસાયેલી પાકિસ્તાન સરકારને IMFની ટીમે લોન આપવા કર્યો ઈનકાર

image : Twitter


ઈસ્લામાબાદ, તા 10, ફેબ્રુઆરી, 2023

ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ(IMF)એ પાકિસ્તાનને 1.7 અબજ અમેરિકી ડૉલરની બાકીની લોન મંજૂર કરવાનો ઈનકાર કરી દીધો છે. વડાપ્રધાન શાહબાઝ શરીફના આગ્રહ બાદ IMFની ટીમ લગભગ 10 દિવસ સુધી પાકિસ્તાની અધિકારીઓ સાથે ચર્ચા અને વિચારણા કર્યા બાદ વોશિંગ્ટન પાછી ફરી ગઈ હતી. 

170 અબજ ડૉલરનું ટેક્સ લાદયુ

બીજી બાજુ IMFની ટીમ પરત ફરતા જ ભયંકર રોકડ સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનના નાણામંત્રી ઈશાક ડારે પહેલાથી જ બદહાલ પાકિસ્તાનીઓ પર 170 અબજ રુપિયાનું ભારે ભરખમ ટેક્સ લાદી દીધું છે. નવો ટેક્સ ચાર મહિનામાં જ વસૂલવામાં આવશે. 

પાક.ના નાણામંત્રીની ડંફાસ - IMF સાથે વાતચીત સકારાત્મક રહી 

જોકે એક અહેવાલ અનુસાર નાણામંત્રીએ દાવો કર્યો કે વૈશ્વિક લોનદાતા એટલે કે IMF સાથે વાતચીત સકારાત્મક રીતે સમાપ્ત થઈ છે.  દુનિયાભરમાં થઇ રહેલી ટીકાઓ વચ્ચે તેમણે કહ્યું કે સરકાર મિની બજેટના માધ્યમથી 170 અબજ રુપિયાનો ટેક્સ લાદવાની તૈયારી કરી રહી છે જેથી IMFની લોનના કાર્યક્રમને ફરી પુનઃજીવીત કરી શકાય. નાણામંત્રીએ પુષ્ટી કરી હતી કે સરકારને વોશિંગ્ટન સ્થિત IMF દ્વારા આર્થિક અને નાણાકીય નીતિઓ અંગે મુસદ્દો મળ્યો છે.