×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આનંદો… ટૂંક સમયમાં વધુ એક સ્વદેશી કોરોના રસી આવશે, સરકારે 30 કરોડ ડોઝનો આપ્યો ઓર્ડર


- બાયોલોજિકલ-ઇની રસી હલા ફેઝ-3ના ક્લિકલ ટ્રાયલમાંથી પસાર થઇ રહ્યો છે

નવી દિલ્હી, તા. 3 જૂન 2021, ગુરૂવાર

દેશમાં કોરોના રસીકરણ તેજ બનતા હવે રસીના ડોઝ ખુટી રહ્યાં છે. દરમિયાન વધી રહેલી જરૂરિયાતને પહોંચી વળવા કેન્દ્ર સરકારે મહત્વનું પગલું ઉઠાવ્યું છે. હૈદરાબાદ સ્થિતિ બાયોલોજિકલ-ઇની કોવિડ રસીના 30 કરોડ ડોઝ બુક કરાવ્યાં છે. જોકે, વેક્સિન હજુ ક્લીનિકલ ટ્રાયલ પર છે. સ્વાસ્થ્ય મંત્ર્યાલયએ આ માટે કંપનીને 1500 કરોડ રૂપિયાની એડવાન્સ ફાળવી દીધા છે. ભારત બાયોટેક બાદ ભારતમાં બનનારી આ બીજી વેક્સિન હશે.

કોરોનાની બીજી લહેરમાં રસીકરણની નીતિને લઇને કેન્દ્ર સરકારની આકરી ટીકા થઇ હતી, જેને લઇને સરકારે આ પગલું ઉઠાવ્યું છે. આ પહેલા સરકારે પોતાના વેક્સિન મિત્ર પ્રોગ્રામ અંતર્ગત વિદેશ મોકલાવામાં આવી રહેલી રસીને રોકવામાં આવી હતી જેથી ભારતમાં વેક્સિનના ડોઝની તંગી દુર થાય.

કેન્દ્ર સરકારે પોતાના એક નિવેદનમાં કહ્યું કે,બાયોલોજિકલ-ઇની વેક્સિન હાલ ફેઝ-3ના ક્લીનિકલ ટ્રાયલમાંથી પસાર થઇ રહીં છે, આ પહેલા ફેઝ-1 અને 2માં વેક્સિનના સારા પરિણામ જોવા મળ્યાં હતા. વેક્સિન આગામી થોડા મહિનમાં ઉપલબ્ધ થશે.

ઉલ્લેખનયી છે કે ભારત બાયોટેકની કોવેક્સિન અને સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાની કોલિશીલ્ડ અત્યારે દેશમાં ઉપલબ્ધ છે. જ્યારે રશિયાની સ્પૂતનિક V પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. સરકારનો ટાર્ગેટ છે કે ઓગસ્ટ સુધીમાં દરરોજ એક કરોડ લોકોને રસી લગાવામાં આવે. એટલું જ નહીં કેટલીક વિદેશી રસી ઉત્પાદક જેવા કે ફાઇઝર અને મોડર્ના સાથે પણ વાતચીત ચાલી રહીં છે.