×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આજે 8 કરોડ વેપારીઓ કરશે ‘ભારત બંધ’ મોંઘવારી, GST અને ઇંધણના વધતા ભાવ પર દેશવ્યાપી વિરોધ



નવી દિલ્હી : સમગ્ર દેશમાં આવતીકાલે વેપારી સંગઠનો દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની વચ્ચે આવતીકાલે વેપારી સંગઠનો દ્વારા ભારત બંધના એલાનની જાહેરાત કરવામાં આવી છે. જીએસટી વ્યવસ્થાને સરળ બનાવવાની માગ સાથે વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ(સીએઆઇટી)એ ૨૬ ફેબુ્રઆરીએ ભારત બંધની અપીલ કરી છે. 

આ સાથે જ સડક પરિવહનની સર્વોચ્ચ સંસ્થા ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલેફેર એસોસિએશન (એઆઇટીડબ્લ્યુએ)એ પણ સીએઅઆઇટીના સમર્થનમાં આવતીકાલે ચક્કાજામની જાહેરાત કરી છે. જેના કારણે ૨૬ ફેબુ્રઆરીએ તમામ વ્યવસાયો બંધ રહેશે. સીએઆઇટી દ્વારા આ બંધનું એલાન પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, ઇ-વેલ બિલ અને જીએસટીના જટિલ માળખાના વિરોધમાં આપવામાં આવ્યું છે.


દેશના નાના મોટા ૪૦,૦૦૦ વેપારી સંગઠનોએ આ બંધમાં જોડાવવાની જાહેરાત કરી છે.  દેશના આઠ કરોડથી વધારે વેપારીઓ આવતીકાલના ભારત બંધમાં ભાગ લેશે. આ સાથે જ ટ્રાન્સપોર્ટરોના સંગઠનોએ પણ આવતીકાલે ચક્કાજામની જાહેરાત કરી છે.

આ દરમિયાન સમગ્ર દેશમાં સવારે ૬ વાગ્યાથી સાંજે આઠ વાગ્યા સુધી ચક્કા જામ રહેશે. જેનાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વેપારી અને ટ્રાન્સપોર્ટરોએ દેશમાં ૧૫૦૦ સ્થળોએ ધરણા કરવાની યોજના બનાવી છે. 

આવતીકાલના ભારત બંધમાં દેશના ટ્રાન્સપોર્ટ સેક્ટર ઉપરાંત મોટી સંખ્યામાં અન્ય રાષ્ટ્રીય વેપારી સંગઠનો પણ જોડાશે.