આગામી 24 કલાકમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં પડશે ભારે વરસાદ : સ્કાયમેટની આગાહીનવી દિલ્હી, તા.10 જુલાઈ-2023, સોમવાર
દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ મોતનું કારણ બન્યું છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીરમાં મેઘતાંડવે ઘણી ખાનાખરાબી સર્જી છે. તો પહાડોથી લઈને જમીન સુધી વરસાદ આફત લઈને આવ્યું છે. કેટલાક સ્થળોએ ભુસ્ખલનના અહેવાલો સામે આવતા રહ્યા છે, તો ઘણા રાજ્યોમાં ધમસમતા પાણી વચ્ચે કારો તણાતી હોવાના સોશિયલ મીડિયા પર વીડિયો પણ જોવા મળી રહ્યા છે. સતત પડી રહેલા વરસાદના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત બની ગયું છે. આ તમામ ઘટનાઓ વચ્ચે હવામાન વિભાગો ફરી મોટી આગાહી કરી છે. વિભાગે આગામી એક સપ્તાહ સુધી આવું જ હવામાન રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે મંગળવારે દેશના 23 રાજ્યોમાં ભારે વરસાડ પડવાની આગાહી કરી છે.
ખાનગી એજન્સી સ્કાયમેટની આગાહી
હવામાન આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર, હાલમાં દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર નીચું દબાણનો વિસ્તાર બનેલો છે. સરેરાશ દરિયાઈ સપાટી પર મોનસૂન ટ્રફ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર સર્જાયેલા નીચાણના કેન્દ્રથી કોટા, સતના, ડાલ્ટનગંજ, બાંકુરા અને ત્યારબાદ પૂર્વ તરફ મણિપુર તરફ જઈ રહ્યો છે. જ્યારે દરિયાની સપાટી પર અપરતટીય ટ્રફ રેખા દક્ષિણ ગુજરાતના કિનારેથી ઉત્તર કેરળના કિનારે વિસ્તરાયેલો છે.
આ રાજ્યોમાં આગામી 24 કલાક સાવધાન
આગામી 24 કલાક દરમિયાન હિમાચલ પ્રદેશ અને દરિયાકાંઠા, ઉત્તરાખંડ, હરિયાણા અને પંજાબના પૂર્વ ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ યથાવત્ રહી શકે છે. ઉપરાંત દિલ્હી અને NCR, ગુજરાત, પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારો, કર્ણાટક દરિયાકાંઠો, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સામાન્યથી મધ્યમ વરસાદ સાથે ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત પૂર્વોત્તર ભારત, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, વિદર્ભ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ દરિયાકાંઠો, કેરળ, કોંકણ અને ગોવા, દક્ષિણ આંતરિક કર્ણાટક અને આંદામાન અને નિકોબાર ટાપુઓના ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. જ્યારે બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, ગંગા પશ્ચિમ બંગાળ, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર, આંતરિક તમિલનાડુ અને લદ્દાખમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
Weather Forecast, Skymet Alert, Heavy Rain, Monsoon, Himachal Pradesh, Uttarakhand, Haryana, Punjab, Rajasthan, Gujarat, Madhya Pradesh, Karnataka, West Bengal, Sikkim, Uttar Pradesh, Northeast India, Jharkhand, Chhattisgarh, Odisha, Vidarbha, Telangana, Andhra Pradesh, Kerala, Konkan, Goa, Andaman and Nicobar, Bihar, Marathwada, Madhya Maharashtra, Tamil Nadu and Ladakh
मौसम पूर्वानुमान, स्काईमेट अलर्ट, भारी बारिश, मानसून, हिमाचल प्रदेश, उत्तराखंड, हरियाणा, पंजाब, राजस्थान, गुजरात, मध्य प्रदेश, कर्नाटक, पश्चिम बंगाल, सिक्किम, उत्तर प्रदेश, पूर्वोत्तर भारत, झारखंड, छत्तीसगढ़, ओडिशा, विदर्भ, तेलंगाना, आंध्र प्रदेश, केरल, कोंकण, गोवा, अंडमान और निकोबार, बिहार, मराठवाड़ा, मध्य महाराष्ट्र, तमिलनाडु और लद्दाख
નવી દિલ્હી, તા.10 જુલાઈ-2023, સોમવાર