આખરે નવજોત સિંહ સિદ્ધુ બન્યા નવા પ્રદેશ પ્રમુખ, સોનિયા ગાંધીએ લીધો નિર્ણય

આખરે નવજોત સિંહ સિદ્ધુ બન્યા નવા પ્રદેશ પ્રમુખ, સોનિયા ગાંધીએ લીધો નિર્ણય

નવી દિલ્હી, 18 જુલાઇ 2021 રવિવાર

પંજાબ કોંગ્રેસના સંકટ વચ્ચે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ આખરે નવજોત સિંહ સિદ્ધુને પંજાબ પ્રદેશ પ્રમુખ તરીકે પસંદ કર્યા છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, ચાર કાર્યકારી પ્રમુખ પણ બનાવવામાં આવ્યા છે. આ માટે કેસી વેણુગોપાલ દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે. પત્રમાં લખ્યું છે કે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ આ નિર્ણય લીધો છે.

રાજ્યમાં જેમને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે તેમના નામમાં સંગતસિંહ, સુખવિંદર સિંહ ડૈની, પવન ગોયલ અને કુલજીતસિંહ નાગરાનો સમાવેશ થાય છે.

પાર્ટીમાં હવે સ્પષ્ટ થઈ ગયું છે કે કેપ્ટન અમરિંદર સિંહ પંજાબના મુખ્ય પ્રધાન બન્યા રહેશે અને રાજ્યમાં કોંગ્રેસની કમાન હવે નવજોત સિંહ સિદ્ધુ હાથમાં રહેશે. પરંતુ આ વિવાદ સમાપ્ત થતો હોય તેવું લાગતું નથી, તેનાથી વિવાદ વધી શકે છે. ખરેખર, તમામ ધારાસભ્યોએ રવિવારે જ સોનિયા ગાંધીને એક પત્ર લખીને નવજોતસિંહ સિદ્ધુને પ્રદેશ પ્રમુખનું પદ ન સોંપવાની વિનંતી કરી હતી.

અહીં સૌથી વધુ મહત્વ બાબત એ છે. કે અત્યાર સુધી જ્યારે પણ કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી અથવા પ્રમુખ બનાવવામાં આવે છે, ત્યારે પ્રદેશ કારોબારી સોનિયા ગાંધીના નામે પત્ર લખે છે. પરંતુ એવું પહેલી વાર જોવા મળી રહ્યુ છે કે, રાજ્ય કારોબારી બેઠક બોલાવે છે, અને બીજી તરફ પ્રમુખની જાહેરાત કરવામાં આવ્યું છે. પંજાબ કોંગ્રેસ રાજ્ય કારોબારીએ સોમવારે એક બેઠક બોલાવી છે, જેમાં નિર્ણય લેવાનો હતો કે હાઇ કમાન્ડનો નિર્ણય રાજ્ય કોંગ્રેસ સ્વીકારશે. પરંતુ આ બેઠક આ પૂર્વે જ દિલ્હીથી નિર્ણય આવી ગયો.

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા જારી કરાયેલા એક પત્રમાં હાલના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખડનો અત્યાર સુધી કરવામાં આવેલા કામ બદલ આભાર માનવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે, કુલજીતસિંહ નાગરા જે હાલમાં સિક્કિમ, નાગાલેન્ડ અને ત્રિપુરાના એઆઈસીસી પ્રભારી છે, તે આ પદ પરથી મુક્ત થઈ જશે.

Share: