×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આકાશમાં દેખાઈ રહ્યો છે 'સુપર બ્લૂ મૂન', પૃથ્વીની નજીક આવ્યો ચંદ્ર, પછી 2037 સુધી નહીં જોવા મળે

દુર્લભ સુપર બ્લુ મૂનનાં દર્શન સાથે આકાશમાં એક અનોખી અને આશ્ચર્યજનક ઘટના બની રહી છે. બિહાર, યુપી સહિત દેશના ઘણા ભાગોમાં આ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. જો કે સુપર બ્લુ મૂન જોવાનો શ્રેષ્ઠ સમય ગુરુવારે સવાર પછીનો છે, તેમ છતાં તમે તેને આજે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ તેના સૌથી ચમકીલા સમયે જોઈ શકો છો.

બિહારના પટનાથી સામે આવી તસવીરો 

બિહારના પટનામાં જોવા મળેલા સુપરમૂનની તસવીરો સામે આવી છે. આમાં ચંદ્ર ખૂબ જ તેજસ્વી દેખાય છે. આ સિવાય આજે ઘણું બધું જોવાનું છે. આજે શનિ પણ દેખાશે. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) અનુસાર, જેમ જેમ રાત વધતી જશે તેમ તેમ એવું જણાશે કે જાણે શનિ ગ્રહ ચંદ્રની આસપાસ એક વર્તુળમાં ફરતો હોય. અગાઉ 1 ઓગસ્ટના રોજ પૂર્ણ સ્વરૂપમાં ચંદ્રના દર્શન થયા હતા. વર્ચ્યુઅલ ટેલિસ્કોપ પ્રોજેક્ટના સ્થાપક, ઇટાલિયન ખગોળશાસ્ત્રી ગિયાનલુકા માસીના જણાવ્યા અનુસાર, હવે આપણને 2037 સુધી સુપર બ્લુ મૂન જોવા નહીં મળે.