આંદામાન અને નિકોબારમાં ભૂકંપ, 5.8ની તીવ્રતા સાથે ધરા ધ્રૂજી, કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ નોંધાયું

આંદામાન અને નિકોબારમાં ભૂકંપ, 5.8ની તીવ્રતા સાથે ધરા ધ્રૂજી, કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ નોંધાયું

ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓમાં મોડી રાત્રે જોરદાર ભૂકંપ આવ્યો હતો. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું. જો કે આ ભૂકંપમાં કોઈ જાનમાલના સમાચાર નથી.

આ પહેલા અરુણાચલ પ્રદેશ અને અફઘાનિસ્તામાં ભૂકંપ આવ્યો હતો

આ પહેલા અફઘાનિસ્તાનમાં ગઈકાલે સાંજે 6.09 કલાકે ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી હતી. આગાઉ 23 જુલાઈના રોજ સવારે 8.46 કલાકે અહીં ભૂકંપ આવ્યો હતો. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશમાં પણ ગઈકાલે સવારે લગભગ 8.50 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર અરુણાચલ પ્રદેશના પેંગિનની ઉત્તરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનની કોઈ માહિતી નથી. આ પહેલા 22 જુલાઈએ અરુણાચલના તવાંગમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

Share: