અલવિદા લતા મંગેશકરઃ 21 બંદૂકો સાથે સૂર સામ્રાજ્ઞીને સલામી

અલવિદા લતા મંગેશકરઃ 21 બંદૂકો સાથે સૂર સામ્રાજ્ઞીને સલામી

મુંબઈ, તા. 06 ફેબ્રુઆરી, 2022, રવિવાર

ભારતની સ્વર કોકિલા લતા મંગેશકરનું તા. 6 ફેબ્રુઆરી, 2022ના રોજ અવસાન થયું છે. મુંબઈના શિવાજી પાર્ક ખાતે પંડિતોના મંત્રોચ્ચારણ વચ્ચે લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ મંગેશકરે તેમના પાર્થિવ શરીરને મુખાગ્નિ આપી હતી. 

જળ, થલ અને વાયુસેનાના અધિકારીઓએ સૂર સામ્રાજ્ઞીને સલામી આપી હતી અને 21 બંદૂકોની સલામી સાથે ભારતના સ્વર કોકિલા અનંતની સફરે સિધાવ્યા હતા. ગાર્ડ ઓફ ઓનર સાથે લતા મંગેશકરને અંતિમ વિદાય આપવામાં આવી. 

8 પંડિતો દ્વારા પવિત્ર મંત્રોના ઉચ્ચારણ વચ્ચે લતા મંગેશકરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. 

Share: