×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અલગ પાર્ટી બનાવવાની અફવા પર પૂર્ણવિરામ ! સચિન પાયલટ કોંગ્રેસમાં જ રહેશે, નહીં બનાવે નવી પાર્ટી

જયપુર, તા.06 મે-2023, મંગળવાર

રાજસ્થાનમાં સચિન પાયલોટ અને મુખ્યમંત્રી અશોક ગેહલોત વચ્ચેનો વિવાદ જગજાહેર છે, ત્યારે સચિન પાયલોટ અંગે રાજકીય ગલીઓમાં જુદી જુદી ચર્ચાઓ ચાલી રહી છે કે, તેઓ નવી પાર્ટી બનાવી રહ્યા છે. કેટલાક લોકોએ તો તેમના પક્ષનું નામ પણ નક્કી કરી નાખ્યું છે - પ્રગતિશીલ કોંગ્રેર... આ નામ માટે સચિન પાયલોટે ચૂંટણી પંચમાં અરજી પણ કરી હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે, સચિન પાયલોટ 11મી જૂને નવા પક્ષની જાહેરાત કરશે. ત્યારે જેટલા મોંઢા, તેટલી વાતો... સચિન પાયલોટ એક અને તેમની અનેક વાતો હાલ રાજકીય માર્કેટમાં ધુમ મચાવી રહી છે. દરમિયાન આ તમામ બાબતોનો જવાબ સામે આવી ગયો છે.

સચિન પાયલટ દિલ્હી પહોંચ્યા

જબલપુરમાં મા શારદા દેવીના દર્શન અને પૂજા કર્યા બાદ સચિન પાયલટ હવે દિલ્હીમાં છે. સચિન પાયલોટ અત્યારે કોઈની પણ સાથે મુલાકાત કરી રહ્યા નથી, પરંતુ એ વાત ચોક્કસ છે કે, સચિન પાયલટ કોઈ નવી પાર્ટી નથી બનાવી રહ્યા. સચિન કોંગ્રેસમાં છે અને રહેશે. તેઓ પોતાના પક્ષમાં રહીને સંઘર્ષ કરતા રહેશે. તેમના નજીકના લોકોનું માનીએ તો તેમનો નવો પક્ષ બનાવવાનો કોઈ ઈરાદો નથી.

લોહીમાં કોંગ્રેસ

તેમનું કહેવું છે કે, કોંગ્રેસ તેમના લોહીમાં છે. સુત્રો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે, સચિન પાયલટ 11મી જૂને જયપુરમાં કોઈ રેલી કરી રહ્યા નથી. પાયલટે જણાવ્યું કે, તેઓ દૌસામાં તેમના પિતા રાજેશ પાયલટની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ સભા કરી રહ્યા છે. સચિનના પિતા રાજેશ પાયલટનું 11 જૂન 2000ના રોજ અવસાન થયું હતું.

રાહુલે દિલ્હીમાં સચિન-ગેહલોત સાથે કરી હતી મુલાકાત

વિદેશ જતા પહેલા રાહુલ ગાંધીએ પાયલટ અને ગેહલોતને દિલ્હી બોલાવી બંને નેતાઓ સાથે અલગ-અલગ વાતચીત કરી હતી. છેલ્લા 3 વર્ષથી સચિન અને ગેહલોત જગજાહેર એકબીજા વિરુદ્ધ રાજકીય ગેમ રમી રહ્યા છે. સચિન વિશે ગેહલોતે ઘણું બધુ બોલી ચુક્યા છે. રાહુલને મળ્યા બાદ ગેહલોતે એમ પણ કહ્યું હતું કે, નવા લોકોએ ધીરજ રાખવી જોઈએ. તમામને સમયસર બધુ જ મળશે.