'અમે બે અમારા બેના દિવસો પણ ગયા, હવે તો એક જ બાળક સારુઃ રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી

'અમે બે અમારા બેના દિવસો પણ ગયા, હવે તો એક જ બાળક સારુઃ રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી

નવી દિલ્હી,તા.14.જુલાઈ.2021

યુપી સરકારની નવી પોપ્યુલેશન પોલિસીએ આખા દેશમાં નવી જ ચર્ચા છેડી દીધી છે.વસતી નિયંત્રણ પર હવે નેતાઓ અને લોકો ખુલીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને મોટાભાગના વસતી નિયંત્રણનુ સમર્થન કરી રહ્યા છે.

હવે તેના પડઘા રાજસ્થાનમાં પણ પડયા છે.રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રીએ રઘુ શર્માનુ કહેવુ છે કે, હવે તો અમે બે અ્ને અમારા બે..ના દિવસો પણ પૂરા થઈ ગયા છે.હવે તો માત્ર એક જ બાળક હોય તે યોગ્ય છે.

એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં તેમણે કહ્યુ હતુ કે, બાળક તો એક જ સારુ, હવે તો બે બાળકોના દિવસો પણ જતા રહ્યા છે.જનસંખ્યા નિયંત્રણ માટે ભારત સરકાર જો કાયદો બનાવે તો અમે તેમની સાથે છે.

દરમિયાન સંસદના ચોમાસુ સુત્રમાં પણ સાંસદ રાકેશ શર્મા દ્વારા વસતી નિયંત્રણ માટે પ્રાઈવેટ બિલ પર ચર્ચા થવાની છે.ગોરખપુરના સાંસદ રવિ કિશન પણ આ અંગે પ્રાઈવેટ લિબ રજૂ કરવાના છે.

જોકે એનડીએના જ સાથીદાર અને બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારનુ કહેવુ છે કે, કાયદો બનાવવાથી કંઈ નહીં થાય, મહિલાઓને જાગૃત કરવાની જરુર છે.બીજી તરફ માયાવતીનુ કહેવુ છે કે, ભાજપ સરકાર જે સમયે આ બિલ લાવી રહી છે તેના ટાઈમિંગને લઈને સરકારની દાનત પર શંકા અને સવાલ ઉભા થઈ રહ્યા છે.

Share: