અમે એવા લોકો છે જે દિવસે મહિલાની પૂજા કરીએ છે અને રાતે રેપ, કોમેડિયન વીર દાસે અમેરિકામાં કરેલી કોમેન્ટ બાદ આક્રોશ

અમે એવા લોકો છે જે દિવસે મહિલાની પૂજા કરીએ છે અને રાતે રેપ, કોમેડિયન વીર દાસે અમેરિકામાં કરેલી કોમેન્ટ બાદ આક્રોશ

નવી દિલ્હી,તા.17.નવેમ્બર,2021

કોમેડિયન વીર દાસે અમેરિકામાં યોજાયેલા એક શોમાં ભારત પર કરેલી વિવાદિત ટિપ્પણીઓ બાદ લોકોમાં આક્રોશ છે અને વીર દાસ સામે હવે કાયદાકીય કાર્યવાહી પણ  કરવા માંગ થઈ રહી છે.

વીર દાસ સામે મુંબઈ અને દિલ્હીમાં ફરિયાદ નોંધવામાં આવી છે.વીર દાસે વોશિંગ્ટનમાં પોતાના શોમાં કહ્યુ હતુ કે, હું ભારતનો નાગરિક છું જ્યાં અમે દિવસે મહિલાઓની પૂજા કરીએ છે અને રાતે તેમની સાથે ગેંગરેપ કરીએ છે.

આ કોમેન્ટ બાદ લોકોમાં વીર દાસ સામે ભારે આક્રોશ છે અને એ પછી વીર દાસે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી છે.જેમાં કહ્યુ છે કે, કોઈ પણ દેશમાં અંધારુ અને અજવાળુ, સારા લોકો અને ખરાબ લોકો હોય છે.આ કોઈ મોટી રહસ્યની વાત નથી.આપણે ભુલવુના જોઈએ કે આપણે મહાન લોકો છે અને જે વસ્તુઓ આપણને મહાન બનાવે છે તેના પર ધ્યાન કેન્દ્રીત કરવુ જોઈએ.

વીર દાસે કહ્યુ હતુ કે, માત્ર નાનકડી ક્લિપ જોઈને ગેરમાર્ગે દોરાતા નહીં.લોકો ભારત માટે સન્માન સાથે તાળીઓ પાડે છે.કોઈ દ્વેશ સાથે નથી.નકારાત્મકાથી શોની ટિકિટો નથી વેચાતી અને તાળીઓ નથી પડતી.મને મારા દેશ પર ગર્વ છે.

જોકે સોશિયલ મીડિયા પર યુઝર્સ વીર દાસની ખેંચાઈ કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે, કોમેડીના નામે દેશને બદનામ કરવાની હરકત માટે વીર દાસ માફી માંગે.દરમિયાન વીર દાસ સામે હવે પોલીસ ફરિયાદ નોંધવાનુ પણ શરુ કરી દેવાયુ છે.

Share: