×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકા પર આવી આફત : 10 રાજ્યોને ચેતવણી, હજારો ફ્લાઈટો રદ, ચારેકોર ઘોર અંધારું, સ્કુલો પણ બંધ

વોશિંગ્ટન, તા.08 ઓગસ્ટ-2023, મંગળવાર

અમેરિકા પર શક્તિશાળી વાવાઝોડાનું સંકટ આવી ચડ્યું છે, જેના કારણે હજારો ફ્લાઈટો રદ કરવામાં આવી છે અને વીજળી પુરવઠો પણ બંધ કરી દેવાયો છે. અમેરિકા હાલ સૌથી ખતરનાક કુદરીત આફત સામે લડી રહ્યો છે. રાજધાની વોશિંગ્ટનમાં સ્કુલો બંધ કરવામાં આવી છે અને લોકોને ઘરની અંદર રહેવાનો પણ આદેશ અપાયો છે. હવામાનની આગાહી કરતી એજન્સીએ અમેરિકામાં સોમવારે વિનાશકારી વાવાઝોડું ત્રાટકવાની ચેતવણી આપી છે.

વોશિંગ્ટનમાં વરસાદ, પુરની પણ ચેતવણી

વોશિંગ્ટનમાં ગઈકાલે સાંજે 5 વાગ્યે વરસાદ શરૂ થયો અને આકાશ પણ ધીમે ધીમે ભુરા રંગમાં પરિવર્તિત થવા લાગ્યું... ખરાબ હવામાનના કારણે લોકોને ઘરમાં જ રહેવાનો નિર્દેશ અપાયો છે. હવામાન વિભાગે રાત્રે 9 વાગ્યા સુધી ગ્રેટર ડીસી વિસ્તારમાં વાવાઝોડાની ચેતવણી જારી કરી હતી, તો મંગળવાર સવાર સુધીમાં પુરની પણ ચેતવણી અપાઈ હતી. હવામાન વિભાગે કહ્યું કે, વાવાઝોડું દુર દુર સુધીના વિસ્તારોને પ્રભાવિત કરી શકે છે.

રાષ્ટ્રપતિ જો બાઈડનનો પ્રવાસ પણ અટકાવાયો

એજન્સીએ ટેનેસીથી ન્યુયોર્ક સુધી 10 રાજ્યોમાં ચક્રવાત ફેલાવવાની ચેતવણી આપી હતી. ફ્લાઈટ અવેયરના ડેટાને ટાંકીને એપીએ કહ્યું કે, સોમવારે બપોર સુધીમાં 1300થી વધુ અમેરિકી ફ્લાઈટો રદ કરવામાં આવી છે અને 5500થી વધુ ફ્લાઈટો લેટ પડી છે. રવિવારના વાવાઝોડાની અસરને કારણે બંધ કરાયેલ હર્ટ્સફીલ્ડ-જૈક્સન અટલાંટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મોટાપાયે ફ્લાઈટો રદ કરવામાં આવી છે. વ્હાઈટ હાઉસના રાષ્ટ્રપતિ જો બાઈડનની ચાર દિવસો પ્રવાસ પણ અટકાવી દેવાયો છે અને તેમના અન્ય કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે.

લાઉડાઉન કાઉન્ટીમાં વીજળી ગુલ, 15000 લોકો પરેશાન

વર્જીનિયાની લાઉડાઉન કાઉન્ટીમાં વીજળી ગુલ થઈ ગઈ છે, જેના કારણે 15000 લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. નેશનલ વેધર સર્વિસના હવામાન વૈજ્ઞાનિક ક્રિસ સ્ટ્રોંગે ફેસબુક બ્રિફિંગમાં કહ્યું કે, આ વાવાઝોડું મધ્ય-એટલાન્ટિકમાં સૌથી ગંભીર અને ખતરનાક હવામાનની ઘટનાઓમાંથી એક છે, જેને આપણે ઘણા સમયથી જોઈ છે. હવામાન વિભાગની એજન્સીએ ચેતવણી આપતા કહ્યું કે, બપોર બાદ વાવાઝોડું આવવાની સંભાવના છે, જેના કારણે પ્રદેશના કર્મચારીઓને તુરંત ઘરે મોકલવાની જરૂર છે.