×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકામાં રહેતા ભારતીયો માટે ખુશખબર! CSPA હેઠળ મોટા ફેરફારોની જાહેરાત

Image: pixabay



યુ.એસ. રાષ્ટ્રપતિ જો બિડેનના વહીવટીતંત્રે ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ હેઠળ ચોક્કસ પરિસ્થિતિઓમાં ઇમિગ્રન્ટની ઉંમરની ગણતરી કરવાના હેતુઓ માટે નીતિમાં અપડેટની જાહેરાત કરી છે. આ પગલું ભલે નાનું હોય, પરંતુ વિઝા મેળવવા માટે વય મર્યાદા વટાવી ચૂકેલા લોકો તેમને પડતી સમસ્યાઓના નિવારણ માટેના એક મહત્વપૂર્ણ પગલા તરીકે સાબિત થઇ શકે છે. અમેરિકામાં આવા લોકોમાં મોટા ભાગની સંખ્યામાં ભારતીયો છે.

કુટુંબ-પ્રાયોજિત અથવા રોજગાર-આધારિત વિઝા માટે તેમના માતાપિતાની મંજૂર અરજીના આધારે યુનાઇટેડ સ્ટેટ્સમાં કાયદેસર કાયમી નિવાસી દરજ્જો મેળવવા માટે અરજદારોની ઉંમર 21 વર્ષથી ઓછી હોવી જોઈએ. જો ઇમિગ્રેશન પ્રક્રિયા દરમિયાન અરજદાર 21 વર્ષનો થાય, એટલે કે જો તે નિર્ધારિત ઉંમર કરતાં વધી જાય, તો સામાન્ય રીતે અરજીના આધારે માતાપિતા સાથે રહેવા માટે હકદાર ગણવામાં આવતો નથી.

યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસે સત્તાવાર રીતે નીતિમાં ફેરફાર કર્યો છે, જેમાં કહ્યું છે કે નિર્ધારિત વય પસાર કરવાને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેવા લગભગ 20 લાખ લોકો છે. જે લોકો લાંબા સમયથી આ અંગે વિનંતી કરી રહ્યા છે. USCIS CSPAની ઉંમર નક્કી કરવા માટે 'ફાઈલિંગ ચાર્ટ' પરની તારીખોનો ઉપયોગ કરશે અને અગાઉ નામંજૂર કરાયેલી અરજીઓ ફરીથી ભરી શકાશે. આ નિર્ણયથી મોટા ભાગના ભારતીયોને ફાયદો થઇ શકે છે.